" शक्ति की भक्ति करे भारत "
शक्ति शस्त्रो की संख्या से नहीं, क्षमता से बढती है...
મિત્રો, આજે શક્તિ આરધના પર્વ નવરાત્રી નો સાતમો દિવસ છે ત્યારે આપણે ભારતભારતના શસ્ત્રો વિશે થોડું ચિંતન કરીયે...
કોઈપણ દેશની શક્તિ નો આધાર તેના શસ્ત્રો ઉપર હોય છે. અને તે શસ્ત્રો સંખ્યામાં કેટલા છે તે મહત્વનું નથી પરંતુ તે કેટલી ક્ષમતા વાળા છે અને સમયની સાથે તેનું આધુનિકીકરણ થયું છે કે નહિ તે અતિ મહત્વનું છે.
જો આપણે ભારતીય શસ્ત્રો વિશે ની વાત કરીયે તો આપણા મોટા ભાગ ના શસ્ત્રો ખુબજ જુના અને રીપેરેબલ છે અને તે પણ રશિયા તથા અમેરિકા પાસે થી ખરીદેલા છે.
રશિયા તથા અમેરિકાએ પણ પોતાના જુના શસ્ત્રો આપણ ને નવા કલેવર માં પકડાવ્યા છે.
આઝાદી થી અત્યાર સુધી D.R.D.O. જેની જવાબદારી શસ્ત્રો બનાવવાની છે તે " અર્જુન ટેંક " થી આગળ વધી શક્યું નથી અને તે પણ અનેક સુધારા વધારા કરી હમણાં સફળ થયું છે.
ભારતની પ્રજાના ટેક્ષનો પૈસો સુરક્ષા માટે યોગ્ય જગ્યાએ અને સાચો વપરાય તે ખુબજ જરૂરી છે.
ઉછીના પૈસા લઇ ને જીવતું પાકિસ્તાન પણ શસ્ત્રો ની ક્ષમતા અને આધુનિકીકરણમાં આપણા કરતા આગળ છે.
જયારે આપણે શસ્ત્રોની સંખ્યા ઘણી વધારી છે પરંતુ મોટા ભાગનાં શસ્ત્રો જુના અને રીપેરેબલ છે.
આઈ.એન.એસ. સિંધુ રક્ષક ભારતીય નૌસેના નું જહાજ જે ખુબજ શક્તિશાળી હતું તે પણ 2010 માં કરોડો ખર્ચી ને અમેરિકાની મદદ થી જીર્ણોધ્ધાર ની સમજુતી થઇ હતી તે પણ 14 ઓગષ્ટ 2013 મુંબઈ માં ડૂબી ગયું.
હા આપણા માટે ગૌરવ લેવા જેવું અને ખુબજ શક્તિશાળી એવું " વિક્રમાદિત્ય " યુદ્ધ જહાજ છે જે બધી રીતે સજ્જ છે.
ભારત સ્વદેશી ના જ મોહમાં હજુ સુધી તદ્દન અદ્યતન પ્રકાર ના શસ્ત્રો બનાવવામાં સફળ રહ્યું નથી ત્યારે યુદ્ધ ને સ્વદેશી થી જ લડવું તેવો હઠાગ્રહ જરૂરી નથી પરંતુ દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વ માટે અત્યંત આધુનિકીકરણ સાથે શસ્ત્રો ની ક્ષમતા વધારવી તે ખુબજ જરૂરી છે.
બીજી બાજુ ઈઝરાઈલ અને દક્ષિણ કોરિયા મોટે ભાગે દરરોજ યુદ્ધ લડે છે અને રોજેરોજ નવા નવા શસ્ત્રો શોધે છે, વિકસાવે છે અને જરૂર પડે બીજા દેશો પાસે થી અત્યંત આધુનિક ટેકનોલોજીની ક્ષમતા થી સજ્જ શસ્ત્રો વિકસાવે છે.
ભારતે પણ શસ્ત્રોની સંખ્યા વધારવા કરતા તેની ક્ષમતા વધારવી જોઈએ કારણ કે મોટા ભાગ ની સબમરીન, યુદ્ધ વિમાનો, ટેંકો વગેરે ખુબજ જુના છે.
મિત્રો, કોઈપણ દેશ માટે પોતાના સાર્વભૌમત્વ નું રક્ષણ તે ખુબજ જરૂરી છે અને તે શસ્ત્રો ની સંખ્યા કરતા તેની ક્ષમતા ઉપર આધાર રાખતું હોય છે.
1962 માં ચીન સામે ભૂંડી રીતે હારી અને અનેક ગણો ભૂમિપ્રદેશ તથા સૈનિકો ના જીવ ખોયા તે શસ્ત્રો ની ક્ષમતા ના અભાવ નું ભારત માટે અનુભવીય ઉદાહરણ છે.
ટૂંકમાં આપણે શસ્ત્રો ની સંખ્યાની સાથે સાથે તેની ક્ષમતા અને અદ્યતન ટેકનોલોજી ઉપર ભાર મુકવો જોઈએ....
શક્તિ ની સાચી ભક્તિ કરે ભારત...
આપ સૌનો નીલેશ રાજગોર
19/10/2015
No comments:
Post a Comment