Friday 16 October 2015

" शक्ति की भक्ति करे भारत "

भारत की मूल आस्था : (1) गौ (2) गंगा (3) गीता

अपने ही देश में अपनी मूल आस्था का आदर क्यों नहीं...?

મિત્રો, આજે શક્તિ આરધના પર્વ નવરાત્રી નો ચોથો દિવસ છે અને આજે આપણે ભારત ની મૂળ આસ્થા એવું કહીએ કે મૂળ શક્તિ ગાય, ગંગા અને  ગીતા પર થોડું ચિંતન કરી રાષ્ટ્રની અસ્મિતા ને સાચવવા સાચો પ્રયાસ કરીએ...

મારી દ્રષ્ટિએ વિશ્વ માં એક માત્ર આ હિંદુ પ્રજા જ કમનસીબ છે કે જેને પોતાના જ  દેશમાં પોતાની આસ્થા નો અનાદર સહન કરવો પડે છે.

(1) ગાય : ગાય એ હિંદુ સંસ્કૃતિ ની આસ્થા નું કેન્દ્ર છે કે જેમાં 33 કરોડ દેવી દેવતાઓ નો વાસ માનવામાં આવ્યો છે. ગાયને માત્ર પ્રાણી તરીકે ન માનતા હિન્દુઓએ માતા માની ગાય ને બચાવવા પોતાના બલિદાનો આપી તેની રક્ષા કરી છે.

પરંતુ ખુબજ દુઃખ ની વાત છે કે ભારત ની મુખ્ય પ્રજા ની આસ્થા નું કેન્દ્ર ગાય માતાની  સમગ્ર દેશ માં કત્લેઆમ થઈ રહી છે અને તેને બચાવવા ના બદલે દંભી રાજનેતાઓ રાજનીતિ રમી રહ્યા છે.

હદ તો ત્યારે થઇ જાય છે કે કોઈ હિંદુ નેતા ગાય માતા ના બચાવમાં ખુલી ને બોલી પણ શકતો નથી અને બે પૈસા ના આલી મવાલી અધકચરું ભણી બની બેઠેલા રાજનેતાઓ જે લોકશાહી અને ભારતીય બુદ્ધિજીવીઓ માટે કલંક છે તેઓ તૃષ્ટિકરણ ની રાજનીતિ કરવા બેફામ બકવાસ કરી રહ્યા છે.

હજારો વર્ષ જૂની આ ગાયમાતા ની આસ્થા ને જીવંત રાખવા ભારત શક્તિ ની સાચી ભક્તિ કરશે ...?

(2) ગંગા : ભારતીય સંસ્કૃતિ માં નદી ને માતા માનવામાં આવી છે અને ગંગા નદી એ કરોડો હિંદુઓ માટે પવિત્ર અને જીવાદોરી સમાન છે.

શું આ પવિત્ર ગંગાનદી ને આપણે પવિત્ર રાખી શક્યા છીએ ખરા...?
દેશભર ની ગંદકી, હજારો ફેકટરીઓ નો રાસાયણિક કચરો અને ગટરો દ્વારા ગંગાને આપણે અતિ પ્રદુષિત કરી દીધી છે.
પર્યાવરણનું સરેઆમ ઉલ્લંઘન કરી ગંગાના અસ્તિત્વના પણ સવાલો આપણે  ઉભા કરી દીધા છે.

નદીથી માત્ર મનુષ્ય જ નહિ પરંતુ પશુ,પક્ષી,વનસ્પતિ,જંગલો વગેરે નું અસ્તિત્વ ટકી રહ્યું છે ત્યારે પ્રકૃતિ જતન માટે પણ આપણે ગંગામૈયા ની પવિત્રતા ને જાળવવી જોઈએ...

(3) ગીતા : શ્રીમદ ભગવદ ગીતા એ હિંદુ ધર્મનો માત્ર પવિત્ર ધર્મગ્રંથ જ નહિ પરંતુ જીવન જીવવા ની સાચી  દિશા અને સાચું દર્શન છે. વિશ્વના અનેક ચિંતકો આ પવિત્ર ધર્મગ્રંથ થી પ્રેરાઈ પ્રભાવિત છે ત્યારે શું હિંદુ પ્રજાએ તેને  અદાલતો માં સોગંધ ખાવા પુરતું સીમિત કરી નથી નાખ્યું ? શું સમગ્ર હિંદુ પ્રજા એ ગીતાને પોતાના જીવન માં આત્મસાત કરે છે ખરા ?

જે ધર્મગ્રંથ માત્ર ભારત જ નહિ પરંતુ વિશ્વ ને જીવનનું સચોટ માર્ગદર્શન અને સાચી દિશા પૂરી પાડે છે તેને પોતાના જ દેશમાં દંભી બિનસાંપ્રદાયિકતા ના નામે અવગણવો તે કેટલા અંશે યોગ્ય છે....?

મિત્રો, વિશ્વની પ્રાચિનતમ સંસ્કૃતિ નું ગૌરવ લેતા ભારતીયો એ પોતાની મૂળ આસ્થા ગાય, ગંગા અને ગીતા ને આત્મસાત કરવી જોઈએ અને પોતાની અસ્મિતા અને સ્વાભિમાનની જાળવણી કરવી જોઈએ....
શક્તિ ની સાચી ભક્તિ કરે ભારત....
આપ સૌનો નીલેશ રાજગોર
તારીખ : 16/10/2015

No comments:

Post a Comment