Sunday 30 November 2014

પ્રિય મિત્રો,
આજે બપોરે અરવલ્લી જીલ્લાની બેઠક પૂર્ણ કરી રાજેન્દ્રનગર ચાર-રસ્તા, હિંમતનગર-શામળાજી હાઇવે પર આવેલ સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટ ની મુલાકાત લેવાનો એક અવસર પ્રાપ્ત થયો.
નંદનવન સમા આ ગોકુળિયા ગામમાં ગામની ગંદકી નથી, શહેરની સારી વસ્તુઓ (સડક, પાણી, વીજળી, વગેરે) છે. દરેક ઘરે તુલસીક્યારો છે, સાંજે સાડા સાતે રોજ આશ્રમવાસીઓ દીપ પ્રગટાવી સામુહિક જૂથ પ્રમાણે પ્રાર્થના કરે છે એવા સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સહયોગ એક ગામ કે જ્યાં કુષ્ઠ રોગીઓ ની સેવા, અનાથ બાળકો, મંદબુદ્ધી, અપંગ, બહેરા-મૂંગા અ એક ભાઈઓ-બહેનો, વડીલો અને બાળકોની સેવા થઇ રહી છે. અપંગ ગૌ-માતા અને નિરાધાર લોકોની સેવા થઇ રહી છે તેવા સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટ અને તેને જીવંત સ્વરૂપ આપનાર સેવામૂર્તિ શ્રી સુરેશભાઈ સોની ને મળી ધન્ય થયો.

મિત્રો, સુરેશભાઈ વડોદરા ની એમ.એસ. યુનિવર્સીટી ના અધ્યાપક ની નોકરી છોડી રક્તપિત ગ્રસ્ત લોકોની સેવામાં પડ્યા અને સાથે ઉપર જણાવ્યા મુજબ અનેકવિધ સેવાઓ કરી રહ્યા છે ત્યારે તેમને અને તેમના પરિવારને હું કોટી-કોટી નમન કરું છું અને આપ સૌને પણ પોત-પોતાના વિસ્તારમાં જરૂર પ્રમાણે સેવા કરવા આહવાન કરું છું.
પરમ દયાળુ પરમાત્મા આપણને સૌને સેવા કરવાની અને સેવા કરનાર સૌને સહયોગ આપવાની શક્તિ આપે તેવી પ્રાર્થના સહ,
આપ સૌનો નીલેશ રાજગોર

Thursday 20 November 2014

ગુજરાત ના વણથંભ્યા વિકાસ ના શિલ્પીઓમાના એક અને સ્ત્રીશક્તિ ના સંકલ્પ ના શ્રેષ્ઠતમ પ્રેરણાશ્રોત ગુજરાત ના પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલ ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...!

Thursday 6 November 2014

પ્રિય મિત્રો,

પ્રકૃતિ જતન ના પંથે કામ કરતા-કરતા પરિવાર સાથે પ્રકૃતિ ને જાણવા અને માણવા નો મોકો મળ્યો જે ખુબ જ યાદગાર રહ્યો.

આ મોકો અમે સાસણગીર માં તારીખ 4,5 નવેમ્બર 2014 માં લીધો અને જેમાંથી પર્યાવરણ નું કામ કરવા અને પ્રકૃતિ ના નિયમોમાં જીવન જીવવાની પ્રેરણા મળી જેનાથી મને અને મારા પરિવાર ને પર્યાવરણ નું કામ કરવામાં ઘણો વેગ મળશે.

મિત્રો, લખવા જેવું ઘણું છે પરંતુ સમય ના અભાવે ટૂંકમાં એટલું જ કહીશ કે પ્રકૃતિ આપણને અને જીવમાત્ર ને જીવાડવા માગે છે અને તેની રચનાઓ અદભુત છે. જો આપણે પ્રકૃતિ ની નજીક જઈશું તો ખરેખર જીવન ની સાચી મજા માણવા મળશે. માટે મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આવો આપણે સૌ ઈશ્વરે બનાવેલી આ ધરતી નું રક્ષણ કરીએ અને જે ધરતી આપણા પૂર્વજોએ આપણને સલામત રીતે ભેટ આપી છે તે ધરતીને પર્યાવરણ નું રક્ષણ કરી આપણા વારસદારોને સલામત રીતે ભેટ આપીએ.

છેલ્લે ઉમાશંકર જોષી એ લખેલ આ પંક્તિ દ્વારા આપ સૌને પર્યાવરણ નું રક્ષણ કરવા વિનંતી...
"વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી
પશુ છે પંખી છે ફૂલો છે વનો ની છે વનસ્પતિ"

- આપ સૌનો નીલેશ રાજગોર


Monday 3 November 2014

પ્રિય મિત્રો,

ગઈકાલે સમગ્ર ગુજરાતના પર્યાવરણપ્રેમી મિત્રો દ્વારા "પર્યાવરણ પરિસંવાદ" કાર્યક્રમ યોજાઈ ગયો.

આ કાર્યક્રમનો મૂળ હેતુ વિશ્વનો સળગતો પ્રશ્ન "ગ્લોબલ-વોર્મિંગ " કે જે પર્યાવરણ જતનના બદલે માનવજાત પર્યાવરણનું નિકંદન કાઢવા નીકળી છે તેના લીધે ઉદભવ્યો છે તેનું નિરાકરણ કરવા અનેક લોકો મુક સેવક થઇ પર્યાવરણ જાળવણી નું કામ કરી રહ્યા છે. તે સૌ એકમંચ પર ભેગા મળી કામ કરે અને પ્રકૃતિ જતનના આ ભગવદ કાર્યને વધુ અસરકારક અને વેગવંતુ બનાવી શકાય તે હતો.

ગાંધીજી એ ખુબ જ સરસ વાત કહી છે કે 
"યે ધરતી સમગ્ર સૃષ્ટી કી ભૂખ મીટા સકતી હૈ પરતું લોભ કો નહિ
ઔર હમ ભૂખ કો છોડકર લોભ કી ઔર ભાગ રહે હૈ"

મિત્રો, આ "ગ્રીન ગ્લોબલ બ્રિગેડ" દ્વારા આવો આપણે સૌ પોત-પોતાના વિસ્તારમાં પર્યાવરણ જતનનું કામ કરીએ અને જે પૃથ્વી આપણને આપણા પૂર્વજોએ સલામત રીતે ભેટ આપી છે તે પૃથ્વી આપણે આપણા વારસદારો ને સલામત રીતે ભેટ આપીએ.

આ કાર્યક્રમ ના સૌ આયોજક મિત્રોને દિલથી અભિનંદન અને આપ સૌને કવિ શ્રી ઉમાશંકર જોષી એ લખેલી આ પંક્તિ વિચારવા માટે મુકું છુ।
"વિશાળે જગ વિસ્તારે, નથી એક જ માનવી
પશુ છે પક્ષી છે ફૂલો છે, વનો ની છે વનસ્પતિ"

આપ સૌ પ્રકૃતિ ના મિત્ર બની પ્રકૃતિ ના જતન માં આગળ આવશો એવી અપેક્ષા સહ,
આપ સૌનો નીલેશ રાજગોર