Thursday 15 October 2015

" શક્તિ કી ભક્તિ કરે ભારત "
નવ શક્તિ : (1) જ્ઞાન શક્તિ, (2) ધ્યાન શક્તિ, (૩) વિજ્ઞાન શક્તિ, (4) ધૈર્ય શક્તિ, (5) શૌર્ય શક્તિ, (6) આત્મ શક્તિ, (7) તર્ક શક્તિ, (8) દ્રવ્ય શક્તિ, (9) સંઘ શક્તિ
મિત્રો આજે શક્તિ આરધના પર્વ નો ત્રીજો દિવસ છે. આવો આજે આપણે ઉપરોક્ત નવ શક્તિઓ વિશેના શ્રેષ્ઠ ઉદાહરણો દ્વારા આ શક્તિઓ ને જાણીએ અને શક્તિ ની સાચી ભક્તિ કરી રાષ્ટ્ર ને સમર્પિત કરીએ....
(1) જ્ઞાન શક્તિ : જ્ઞાન શક્તિ એ આપણા જીવન માં અત્યંત ઉપયોગી શક્તિ છે અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણે જોઈએ તો આચાર્ય ચાણક્ય એ જ્ઞાન શક્તિ ની સાચી ભક્તિ કરી રાષ્ટ્રોત્થાન માટે તેને સાર્થક કરી બતાવી છે.
ભારત ની પ્રજા અને તેમાં પણ હિંદુ પ્રજા બીમાર વિચારો ની શિકાર થઇ છે અને બીમાર જીવન દર્શન વિકસાવી ગુલામી તથા દરીદ્રતા ને કાયમી મિત્ર બનાવી દીધા છે ત્યારે હું આપને ચાણક્ય ની રાજનીતિ વાંચી જવા અનુરોધ કરું છુ જે પ્રજા બીમાર વિચારો માંથી મુક્ત કરી ભારત ના ઉજવળ ભવિષ્ય માટે ઘણું ઉપયોગી બનશે....
(2) ધ્યાન શક્તિ : ધ્યાન શક્તિ નું શ્રેષ્ઠ ઉદાહરણ યુવાનોના આદર્શ સ્વામી વિવેકાનંદ છે કે જેમણે હિન્દુત્વ નો ડંકો સમગ્ર વિશ્વ માં વગાડ્યો અને માણસ પોતાની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓ ને ધ્યાન દ્વારા જાગ્રત કરે તો પરમાત્માને પામી શકે છે અને અનેકવિધ શક્તિઓ દ્વારા માનવ જગત અને વિશ્વ કલ્યાણ માટે સમર્પિત થઇ કાર્યો કરી શકે છે....
(3) વિજ્ઞાન શક્તિ : વિજ્ઞાન શક્તિએ માનવ જગત માં ખુબજ મહત્વની છે અને વિજ્ઞાન શક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણે મહર્ષિ આર્યભટ્ટ નું આપીશું તો તે યોગ્ય ગણાશે કારણ કે સમગ્ર વિશ્વ જે ઇન્ફોર્મેશન ટેકનોલજી ઉપર આગળ વધ્યું છે તે તેનો મૂળ આધાર "શૂન્ય" (0) છે જેની શોધ વિશ્વ ને મહર્ષિ આર્યભટ્ટે આપી છે જેના લીધે તમે અને હું આ મોબાઈલ, લેપટોપ અને અવનવી વિજ્ઞાન ની શોધો કરી માનવ જીવનને ઉપયોગી સુખાકરી કરી શક્યા છીએ.
વિજ્ઞાન ની ઉપેક્ષા ભારતને ભારે પડી છે અને યુરોપ અને અમેરિકા વિજ્ઞાન દ્વારા સમગ્ર વિશ્વ ઉપર રાજ કરી રહ્યા છે.
આજે ભારત રત્ન અને મહાન વૈજ્ઞાનિક ડો. એ.પી.જે. અબ્દુલ કલામ ની જન્મ જયંતી છે ત્યારે હું ભારત ની યુવા પેઢી ને હાકલ કરું છુ કે વિજ્ઞાનના ઉપાસક બની અને રાષ્ટ્ર ને સમર્પિત થાય....
(4) ધૈર્ય શક્તિ : જીવન એ સંઘર્ષ અને અવનવી મુશ્કેલીઓ નો પર્યાય છે ત્યારે ધૈર્ય શક્તિ જીવન માં ખુબજ ઉપયોગી છે. સામાન્ય સૈનિક ના દીકરા તરીકે ઉછરી જેમણે ધૈર્ય પૂર્વક ભયંકર મુશ્કેલીઓ વેઠી હિંદુત્વ ને મોગલ આક્રમણ થી બચાવી હિંદુ પાદ્શાહી અને એક આદર્શ હિંદુ સામ્રાજ્ય ની સ્થાપના કરી તેવા છત્રપતિ શિવાજી નું ઉદાહરણ આપવું અહિયાં શ્રેષ્ઠ ગણાશે.
ધૈર્ય શક્તિથી જીવન માં ઘણુંબધું કરી શકાય છે....
(5) શૌર્ય શક્તિ : શૌર્ય અને સ્વાભિમાનનું પ્રતિક એટલે મહારાણા પ્રતાપ
મિત્રો, શૌર્ય વિનાનો ઈતિહાસ શક્ય નથી અને શૌર્ય ને ભૂલી જે લોકો માત્ર ભોગ વિલાસ માં રાચે  છે તેમને ગુલામી ભોગવવી પડતી હોય છે.
સમગ્ર ભારત જયારે મોગલ આક્રમણખોરો નો ભોગ બન્યું અને અકબર ને પોતાની બેન-દીકરીઓ પરણાવી પોતાના રજવાડા સલામત રાખતું હતું ત્યારે મેવાડ ના આ વીર સપુત મહારાણા પ્રતાપે અકબરના શરણે ન થઇ શૌર્ય અને સ્વાભિમાનનો ઈતિહાસ રચી  હિન્દુત્વ ને ગૌરવ અપાવ્યુ છે.    
ભારતની યુવા પેઢી આ શૌર્ય અને સ્વાભિમાનના પ્રતિક શુરવીર  મહારાણા પ્રતાપને આદર્શ બનવે....
(6) આત્મ શક્તિ : મુઠ્ઠી હાડકાનો માનવી પોતાના આત્મબળ થી શું નથી કરી શકતો તેનું શ્રેષ્ઠ ઉદાહરણ મહાત્મા ગાંધી છે .
સત્ય,અહિંસા,સાદગી અને સંકલ્પ દ્વારા તેમણે ભારતને તો અંગ્રેજો માંથી આઝાદી અપાવી પરંતુ સમગ્ર માનવ જગત ને "આત્મશક્તિ" ની કેટલી અગાધ  શક્તિઓ છે તે બતાવ્યું છે.
આત્મશક્તિ ને ઓળખી ભારતની યુવા પેઢી વિશ્વને પોતાની અંદર પડેલી શક્તિઓ નો પરચો કરાવે....
(7) તર્ક શક્તિ : મિત્રો, તર્ક શક્તિ એ જીવન માં ખુબજ જરૂરી છે. તર્ક શક્તિ નાં હોય તો સાચા-ખોટા નો ભેદ, જ્ઞાન-વિજ્ઞાન વગેરે હોઈજ નાં શકે.
ઓશો રજનીશ એ તર્કશક્તિ નું  શ્રેષ્ઠ ઉદાહરણ છે કે જેમણે સમગ્ર વિશ્વ ને પોતાના વિચારો થી ગાંડા કર્યા હતા અને વિશ્વ ના અનેક દેશોના બુદ્ધિજીવીઓ ને પોતાના મય બનાવ્યા હતા.
પરંતુ અહી  ઉલ્લેખનીય છે કે તર્ક શક્તિ નો ઉપયોગ માનવીય નૈતિકતા ના ઉચ્ચ મુલ્યો ની જાળવણી અને વિશ્વ કલ્યાણ માટે થાય તે ખુબ જરૂરી છે.
(8) દ્રવ્ય શક્તિ (ધન શક્તિ) : મિત્રો દ્રવ્ય શક્તિ એ આધુનિક જગત ની મુખ્ય શક્તિ છે અને તેના વગર માનવજીવન ભૌતિક સુખોથી વંછિત રહેતું હોવાથી સમગ્ર આધુનિક જગત પ્રભાવિત છે.
પરંતુ દ્રવ્ય શક્તિનો સાચો ઉપયોગ પોતાના રાષ્ટ્ર સ્વાભિમાન માટે થાય તો તે શ્રેષ્ઠ ઉદાહરણ છે અને જે મેવાડના દાનવીર વીર ભામાશાહ ને ફાળે જાય છે.
વીર ભામાશાહ એ ભારત ની યુવા પેઢી માટે પ્રેરણાત્મક ઉદાહરણ છે કે દ્રવ્ય શક્તિ સંચિત કરવી જ જોઈએ પરંતુ સમય આવે માતૃભૂમિના સ્વાભિમાન અને માનવ કલ્યાણ માટે વપરાય તો તે ધન્ય છે....
(9) સંઘ શક્તિ : " સંઘ શક્તિ કલયુગે " કહેવત ને સાર્થક કરતુ કોઈ શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો તે ભારતભૂમિ અને હિન્દુત્વ ની જાળવણી માટે " રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ " ની સ્થાપના કરી વિશ્વનું સૌથી મોટું સંગઠન ઉભું કરી બતાવ્યું તેવા પૂજ્ય ડો.કેશવ બલીરામ હેડગેવારજી ને જાય છે.
કારણ કે હિન્દુત્વ અને ભારતીય સંસ્કૃતિ એ વિશ્વ માટે ઉચ્ચ સંસ્કૃતિ નું શ્રેષ્ઠ ઉદાહરણ છે અને તેની નીતિ-રીતિઓ, વસુધૈવ કુટુમ્બકમ ની ભાવના અને સમગ્ર વિશ્વ કલ્યાણ માટે તેના ઉચ્ચ નૈતિક મુલ્યો જળવાય તે માટે આર.એસ.એસ. સરાહનીય કાર્ય કરી રહ્યું છે.
આવો આપણે સૌ પણ રાષ્ટ્ર માટે સંઘ શક્તિ નો ઉપયોગ કરી એક બની નેક બની રાષ્ટ્ર સમર્પિત થઈએ....

મિત્રો,  મારી ભારતની યુવા પેઢી ને બે કર જોડી વિનંતી છે કે ઉપરોક્ત નવ શક્તિઓ ની સાધના કરી કુટુંબ, સમાજ, દેશ અને વિશ્વ માટે પોતાના જીવનને સાર્થક કરીએ....
-આપ સૌનો નીલેશ રાજગોર

તારીખ : 15/10/2015       

No comments:

Post a Comment