પ્રિય મિત્રો,
સૌપ્રથમ હું ભારતના એક રાષ્ટ્ર પુરૂષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ
પટેલને ભારતના બીજા મહાપુરૂષ માન. નરેન્દ્રભાઈ મોદી કે જેમના નેતૃત્વમાં “એક ભારત...શ્રેષ્ઠ ભારત” નો મહાયજ્ઞ આરંભાઈ ચુક્યો છે અને જેમણે સમગ્ર ભારતવતી એવા મહાપુરૂષનું ઋણ
ચુકવવાનો ગૌરવવંતો પ્રયાસ કર્યો છે કે જેમણે ૫૬૫ થી વધુ રજવાડા એક કરી અખંડ
ભારતનું નિર્માણ કર્યું તેવાં સાચા લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને સમગ્ર
ભારતના ગામડાઓની પવિત્ર માટી, ખેતીમાં વપરાયેલું લોખંડનું ઓજાર અને ગ્રામજનોના હસ્તાક્ષર મેળવી લોકભાગીદારીથી
૧૮૨ મીટર ઉંચી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવી ભારતને સમગ્ર વિશ્વમાં ગૌરવ
અપાવવાના આ મહાયજ્ઞમાં વિસ્તારક તરીકે મોકલી ગૌરવવંતા ઇતિહાસના ભાગીદાર બનવાનો
સુવર્ણ અવસર આપ્યો તેમનો અને ભારતીય જનતા પાર્ટીનો હૃદયપૂર્વક આભાર માનું છુ.
તા-૪,૫,૬ જાન્યુઆરી ૨૦૧૪ના વિસ્તારક તરીકે સિદ્ધપુર તાલુકાના નાગવાસણ શક્તિકેન્દ્રમાં
જવાનો અવસર મળ્યો જેમાં લુખાસણ, સંડેસરી, મુડાણા, નાગવાસણ એમ ચાર ગામોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમ અંતર્ગત ખુબ જ
ઉમળકાભેર આવકાર મળ્યો અને માન. નરેન્દ્રભાઈના વિચારોને સાર્થક કરતી ગામડાઓની પવિત્ર
માટી, ખેતીમાં વપરાયેલું લોખંડનું ઓજાર અને ગ્રામજનોના હસ્તાક્ષર દ્વારા સરદાર
પટેલને ગામલોકોની શ્રદ્ધાંજલિ મળી તે જોઈ ગદગદ થઇ જવાયું અને મને પણ ૧૮૨ પીંપળા
વાવી શ્રદ્ધાંજલિ આપવાનો વિચાર આવ્યો જે મે નાગવાસણ ગામના આગેવાનો અને લોકો સમક્ષ
મુક્યો જે તેમણે સહર્ષ વધાવી લીધો અને ખુબ જ સારું કાર્ય કરતી સિદ્ધપુર મહાજન
પાંજરાપોળ નાગવાસણ ના પ્રમુખ અને માન. રાજ્યસભાના સાંસદ શ્રી દિલીપભાઈ પંડ્યાએ પણ
પાંજરાપોળની જમીનમાં ૧૮૨ પીંપળા વાવી ઉછેરવાની સંપૂર્ણ જવાબદારી લીધી અને અમારા ઉત્સાહમાં વધારો કર્યો.
માન. રાજ્યસભાના સાંસદ શ્રી દિલીપભાઈ પંડ્યા અને ગામલોકો દ્વારા લોકો સાથે વાત
કરી અમે અધ્યાત્મ, વિજ્ઞાન, ઈતિહાસ, તત્વચિંતન અને પર્યાવરણ જેવા અનેક વર્તમાન વિષયો ઉપર અદભુત પ્રભુત્વ ધરાવતા
બ્રમ્હ્ચારી આશ્રમ ગોતરકાના પરમ પૂજ્ય સંત સ્વામી નિજાનંદજીને આમંત્રણ આપી અમોએ
ગામલોકો, પાંજરાપોળના કર્મચારીઓ
અને વન-વિભાગની મદદથી ૧૮૨ પીંપળા વાવી “સરદાર પીંપળવન” દ્વારા નાગવાસણમાં
અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલને વીરાંજલીનો નવતર અભિગમનો કાર્યક્રમ તા-૬-૧-૨૦૧૪ના સોમવારના રોજ બપોરે ૩ કલાકે કર્યો.
પૂજ્ય સ્વામીજી અને માન. સાંસદશ્રી, ગામલોકો અને અનેક મહાનુભાવોની
હાજરીમાં સરદાર વલ્લભભાઈ પટેલને ૧૮૨ પીંપળા વાવી “સરદાર પીંપળવન” દ્વારા શ્રદ્ધાંજલિ આપવાનો
અમને સૌને આનંદ થયો.
પૂજ્ય સંત શ્રી સ્વામી નિજાનંદજીએ પીંપળા વિશે ખુબ જ ઊંડાણ પૂર્વક અને
અધ્યાત્મ અને વિજ્ઞાનની સમજ આપી હતી અને કહ્યું હતું કે આખા વિશ્વના પુરાતત્વવિદો
એક બાબતે સંમત થયા છે કે હડપ્પન સંસ્કૃતિના જે અવશેષો મળ્યા છે એ એટલા પ્રાચીન છે
કે તેનું કશું જ ઓળખાયું નથી તેની ભાષા, શિલાલેખો, લિપી, ચિત્રો પરંતુ તેમાંથી એક વસ્તુ ઓળખાઈ છે “જે પથ્થર ઉપર ચિત્ર છે
જે એક સ્ત્રી બાળકને જન્મ આપી રહી છે તેનું ચિત્ર જે પથ્થર ઉપર પીંપળાના પત્તા ઉપર
ચિત્ર દોરેલું છે.” એટલે કે જેટલા વર્ષોથી માણસ સુસંસ્કૃત થયો, સભ્ય થયો, વસ્ત્રો પેહરતો થયો, સમાજ રચના કરતો થયો, ઉત્સવો કરતો થયો ત્યારથી વ્રુક્ષ તરીકે પીંપળો ટોચ ઉપર બિરાજમાન છે અને
ત્યારથી તેનું પૂજન થાય છે. વિશ્વમાં ઉત્તમ માં ઉત્તમ બે જ મહાઔષધીઓ
ટેટ્રાસાઈક્લીન અને પેરાસીલીન / પેરાડુરીન દવા તરીકે ઉત્તમ ગણાય છે અને એનો જે
દિવસે વિકલ્પ પડી ભાંગશે તે દિવસે વિશ્વ આખું ભારતીય આર્યુવેદ અને ખાસ કરીને
પીંપળા તરફ વળશે. મને ગૌરવ છે કે આજે એક રાષ્ટ્ર પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલનું
અપરોક્ષ રીતે પૂજન થઇ રહ્યું છે, પીંપળાનું પરોક્ષ રીતે પૂજન થઇ રહ્યું છે અને ગૌમાતાનું પૂજન પણ થઇ રહ્યું છે
અને દોહન પણ થઇ રહ્યું છે. પીંપળાના રસમાંથી અનેક આર્યુવેદિક ઔષધિઓ બને છે અને જે
૨૪ કલાક ઓક્સિજન આપે છે તેવાં ૧૮૨ પીંપળા વાવી ગામલોકોની આ અનોખી શ્રદ્ધાંજલિ ખુબ
જ સરાહનીય છે અને હું આશા રાખું છુ કે ૧૮૨ મીટરનું સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વમાં
ભારતનું ગૌરવ થઈને ઉભું હશે અને સિદ્ધપુર તાલુકાના નાગવાસણ ગામમાં ૧૮૨ ઊંચા-ઊંચા
પીંપળા ઉભા હશે અને બીજા ગામો પણ સરદાર પટેલને વીરાંજલી આપવા આવી રીતે આગળ આવે
તેવી આશા રાખું છુ.
હું આ સમગ્ર કાર્યક્રમની પ્રેરણા આપનાર અને “એક ભારત...શ્રેષ્ઠ
ભારત” ના સ્વપ્નદ્રષ્ટા શ્રી નરેન્દ્રભાઈ મોદી, ભારતીય જનતા પાર્ટી, પાંજરાપોળના પ્રમુખ અને માન. રાજ્યસભાના સાંસદ દિલીપભાઈ પંડ્યા, ભાજપના પદાધીકારીશ્રીઓ વન-વિભાગના કર્મચારીઓ, પાંજરાપોળના કર્મચારીઓ કે જેઓ ૧૮૨
પીંપળાને ઉછેરવાના છે અને સૌ ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર માનું છુ અને છેલ્લે આપ
સૌ સમક્ષ નાગવાસણ ગામની જેમ સરદાર પટેલને તમારા ગામ તરફથી ૧૮૨ પીંપળા વાવી “સરદાર પીંપળવન” દ્વારા શ્રદ્ધાંજલિ આપવા અનુરોધ
કરું છું કારણ કે...
ગુજરાતના ૧૮૦૦૦ ગામડાઓ ૧૮૨ પીંપળા
વાવી “સરદાર પીંપળવન” દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને વીરાંજલી આપે તો બત્રીસ લાખ છોત્તેર
હજાર(૩૨૭૬૦૦૦) પીંપળા ઉછરે જે પર્યાવરણ
અને માનવજાત માટે વરદાન સાબિત થશે.
- આપ સૌનો નિલેશ રાજગોર
પ્રદેશ કન્વીનર : પ્રશિક્ષણ સેલ
ભારતીય જનતા યુવા
મોરચો ગુજરાત
.
No comments:
Post a Comment