Thursday, 2 January 2014

" સરદારે દેશને બનાવ્યો એક, આપણે ભારતને બનાવીએ શ્રેષ્ઠ "

પ્રિય મિત્રો,
આજે ભારતીય જનતા પાર્ટી-પાટણ જીલ્લા "વિસ્તારક વર્કશોપ" નું આયોજન પાટણ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ આર્યની અધ્યક્ષતામાં પારેવીયા વીરદાદા મંદિર, ગદોસણ ખાતે યોજાયુ. જેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા, શ્રી શંકરભાઈ ચૌધરી, રાજ્ય સરકારના મંત્રી અને પાટણ જીલ્લાના પ્રભારી મંત્રી શ્રી લીલાધરભાઇ વાઘેલા , રાજ્ય સરકારના મંત્રી શ્રી દિલિપજી ઠાકોર, સાંસદ શ્રી દિલીપભાઈ પંડ્યા, પાટણના પ્રભારી શ્રી અરજણભાઈ રબારી , લોકસભાના ઇન્ચાર્જ અને પાટણના ધારાસભ્ય શ્રી રણછોડભાઈ દેસાઈ,સમી-રાધનપુરના ધારાસભ્ય શ્રી નાગરજી ઠાકોર, જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મોહનભાઈ પટેલ, એસ.ટી. નિગમના ડીરેક્ટર શ્રી કે.સી.પટેલ, લોકસભાના ઇન્ચાર્જ શ્રી ભરતભાઈ રાજગોર, પ્રદેશ કારોબારી સદસ્ય શ્રી પ્રવીણભાઈ મહાલક્ષ્મી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

માન. શંકરભાઈ ચૌધરી, ભીખુભાઈ, લીલાધરભાઇ વાઘેલા વગેરે એ પાટણ જીલ્લા માંથી ૧૩૩ ગ્રામીણ શક્તિ કેન્દ્રોમાં વિસ્તારક તરીકે જઈ રહેલા અને પોતાના વિસ્તારમાં વિસ્તારકની સાથે રહેનારા ૧૩૩ વિસ્તારકો અને અપેક્ષિત કાર્યકર્તાઓને વિશેષ માર્ગદર્શન આપ્યું. માન. શંકરભાઈ ચૌધરી અને ભીખુભાઈ એ કાર્યકર્તાઓને કહ્યું કે આપ સૌ ઈતિહાસ ના સાક્ષી બનવા વિસ્તારક તરીકે અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ ની સ્મૃતિમાં " Statue Of Unity " જે ભારતને સમગ્ર વિશ્વમાં ગૌરવ અપાવવાનું છે અને જેની ઊંચાઈ ૧૮૨ મીટર છે તથા ખેતીને ઉપયોગી સંસોધન કેન્દ્રો બનવાના છે તેવાં સદ્કાર્ય માટે ગ્રામજનોને સહભાગી બનાવવા જઈ રહ્યા છો ત્યારે આપ સૌ સદનસીબ છો.

આવો આપણે સૌ ભારતના મહાપુરુષ શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ ને વીરાંજલી આપવા ગુજરાતના એક રત્ન માન. નરેન્દ્રભાઈ મોદીને ભારતના વડાપ્રધાન બનાવી ગુજરાતને કોંગ્રેસે કરેલો અન્યાય કે જેમાં સરદાર વલ્લભભાઇ પટેલ વડાપ્રધાન બનતા રહી ગયા હતા અને તેના લીધે ભારતને કાશ્મીર અને આતંકવાદના સળગતા પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે તેને નાબુદ કરવા ભારતીય જનતા પાર્ટીનો વિસ્તાર કરી એક-એક બુથ જીતીએ તથા સમગ્ર દેશના સર્વાંગી વિકાસના માન. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આગળ વધી રહેલા આ મહાયજ્ઞમાં આપણી પણ એક આહુતિ આપીએ.

" સરદારે દેશને બનાવ્યો એક,
આપણે ભારતને બનાવીએ શ્રેષ્ઠ "

- આપ સૌનો નિલેશ રાજગોર
પ્રદેશ કન્વીનર : પ્રશિક્ષણ સેલ, BJYM ગુજરાત.

No comments:

Post a Comment