Monday, 6 January 2014





પ્રિય મિત્રો,

ગઈકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી કાર્યક્રમના ભાગરૂપે નાગવાસણ શક્તિ કેન્દ્ર તા-સિદ્ધપુર, જી-પાટણ ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ ને એક નવતર પ્રયોગ તરીકે ૧૮૨ પીંપળા વાવી વીરાંજલી આપવાનો નમ્ર પ્રયાસ સિદ્ધપુર મહાજન પાંજરાપોળ નાગવાસણના સોજન્યથી સમગ્ર ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો.

જેમાં પર્યાવરણ, આધ્યાત્મ, વિજ્ઞાન અને રાષ્ટ્રવાદ ના મારા પ્રેરણામૂર્તિ સદગુરૂ સંત શ્રી સ્વામી નિજાનંદજી, આદરણીય રાજ્યસભાના સાંસદ શ્રી દિલીપભાઈ પંડ્યા તથા સૌ ગ્રામજનો, ભાજપના પદાધિકારીશ્રીઓ અને વન-વિભાગના કર્મચારીઓ વગેરે હાજર રહી કાર્યક્રમને દીપાવી સફળ બનાવ્યો.

સહભાગી અને મદદકર્તા સૌ લોકોનો હું દિલથી આભાર માનું છુ અને આશા રાખું છુ કે આપ પણ સરદાર વલ્લભભાઇ પટેલને શ્રદ્ધાંજલિ આપવા માન. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા "એક ભારત...શ્રેષ્ઠ ભારત..." ના મહાયજ્ઞમાં સરદાર પટેલને થયેલા અન્યાયનો બદલો ગુજરાતના નરરત્ન નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવવામાં યથાશક્તિ મદદ કરી આપણી એક આહુતિ આપીએ...

આપ સૌનો નિલેશ રાજગોર
પ્રદેશ કન્વીનર : પ્રશિક્ષણ સેલ, ગુજરાત યુવા ભાજપ

No comments:

Post a Comment