પ્રિય મિત્રો,
સુભાષચંદ્ર બોઝનો જન્મ ૨૩ જાન્યુઆરી ૧૮૯૭ કટક, બંગાળમાં થયો હતો. જેઓ “નેતાજી” ના હુલામણા નામથી જાણીતા થયા અને જેમણે અંગ્રેજોની સામે લડવા “આઝાદ હિન્દ્ફોજ” અને “ઝાંસી કી રાની રેજીમેંટ" ની સ્થાપના કરી તથા “જયહિંદ” નો નારો આપ્યો જે આપણો રાષ્ટ્રીય નારો બની ગયો. તેમણે ૨૧ ઓક્ટોબર ૧૯૪૩ ના આર્જી-હુકુમત-એ-આઝાદ-હિંદ (સ્વાધીન ભારત કી અંતરિમ સરકાર)ની સ્થાપના કરી અને પોતાને આ સરકારના રાષ્ટ્ર્પતિ, વડાપ્રધાન અને યુદ્ધમંત્રી ઘોષિત કર્યા જેને દુનિયાના નવ દેશોએ માન્યતા આપી. તેમણે ગાંધીજીને ૬ જુલાઈ ૧૯૪૪ ના આઝાદ હિંદ રેડીઓ પરથી સૌપ્રથમ રાષ્ટ્રપિતાનું સંબોધન કર્યું અને જાપાન-જર્મનીની સહાયતા લેવાનો તથા આર્જી-હુકુમત-એ-આઝાદ-હિંદ તથા આઝાદ હિંદફોજ ની સ્થાપનાના ઉદેશ્યો અને કારણો કહ્યા તથા અંગ્રેજો સામે યુદ્ધ માટે આશીર્વાદ માંગ્યા. તેમણે અંગ્રેજો પાસેથી અંદમાન અને નિકોબાર દ્રીપ પણ જીતી લીધા અને બંને દ્રીપોના નામકરણ તેમણે “શહીદ દ્રીપ” અને “સ્વરાજ દ્રીપ” કર્યા હતા. આવા અદભુત પરાક્રમો બતાવનાર સુભાષચંદ્ર બોઝ બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન ૧૮ ઓગસ્ટ ૧૯૪૫ના રોજ હવાઈ દુર્ઘટનામાં તાઇવાનની ભૂમિ પર શહીદ થયા હતા.
ભાઈઓ-બહેનો સમગ્ર વિશ્વમાં ૨૦ કરોડ થી વધુ થેલેસેમિયા યુક્ત બાળકો છે અને ભારતમાં લાખો બાળકો થેલેસેમિયાથી પીડાય છે જેમને સતત લોહીની જરૂર પડે છે. જાગૃતિના અભાવે થેલેસેમિયા યુક્ત દશ હજાર બાળકો દર વર્ષે જન્મે છે અને ૦ થી ૫ વર્ષના બાળકને દર મહીને ૧ બોટલ રક્તની જરૂર પડે છે. ૫ થી ૧૦ વર્ષના બાળકને ૨, ૧૦ થી ૧૫ વર્ષના બાળકને ૩ અને પુખ્તવયનાને ૪ થી વધુ યુનિટ રક્તની જરૂર પડે છે. આવો આપણે “તુમ મુજે ખૂન દો, મે તુમ્હે આઝાદી દૂંગા“ નું જેમણે સુત્ર આપ્યું તેવાં સુભાષચંદ્ર બોઝને વધુમાં વધુ રક્તદાન કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ જેથી ભારતના થેલેસેમિયા યુક્ત લાખો બાળકોને લોહી માટે ઓશિયાળું ના રેહવું પડે.
સુભાષચંદ્ર બોઝ જેવા અનેક શહીદવીરોએ દેશ માટે પોતાનું જીવન અર્પિત કરી દીધું ત્યારે આપણે સમાજ અને દેશ માટે શું એક યુનિટ રક્તદાન ના કરી શકીએ ?
જો હા... તો આવો અને રક્તદાન કરો તથા કરવો...
નોંધ :- તે જ સ્થળે સુભાષ વંદના કાર્યક્રમમાં ક્રાંતિકારી સંત શ્રી સ્વામી નિજાનંદજી અને ગુજરાતના અગ્રણી પત્રકાર, ઇતિહાસવિદ અને લેખક શ્રી વિષ્ણુ પંડ્યા પણ ઉપસ્થિત રહી તેમની વાણીનો લાભ આપશે તથા આપ સૌ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં "સચ્ચિદાનંદ વાત્સલ્યધામ" (અનાથ બાળકો માટે) તથા "આર્યવીર દલ" ની સ્થાપના પણ કરવામાં આવશે.
સ્થળ : “રંગભવન” યુનિવર્સીટી કેમ્પસ, કલેકટર કચેરી, પાટણ
સમય : સવારે ૯:૩૦ થી ૧:૦૦ વાગ્યા સુધી
તારીખ : ૨૩ જાન્યુઆરી ગુરૂવાર ૨૦૧૪
આપના સહકારની અપેક્ષા સહ...
આપ સૌનો નિલેશ રાજગોર
પ્રદેશ કન્વીનર : પ્રશિક્ષણ સેલ BJYM ગુજરાત,
પ્રમુખ આર્યાવ્રત નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ
-: સંપર્ક :-
ઓફીસ : ૧૧૨-૧૧૪ હર્ષ પ્લાઝા, ટેલિફોન એક્ષચેન્જ રોડ, પાટણ-૩૮૪૨૬૫,
મોબાઇલ નં : ૦૯૯૦૪૧ ૪૮૧૫૯, ૦૯૪૨૭૪ ૮૨૮૮૨
ઈ-મેઈલ : nileshrajgor.om@gmail.com
વેબસાઈટ : www.aryavratnirman.com , www.nileshrajgor.com
ફેસબુક : https://www.facebook.com/nilesh.rajgor.50
ટ્વીટર : https://twitter.com/nilesh_rajgor
બ્લોગ : http://rajgornilesh.blogspot.in/
No comments:
Post a Comment