Thursday, 30 January 2014

प्रिय दोस्तों,

मेरे जीवन में सबसे ज्यादा आनंद और गौरव लेनेवाली घटना 29 जनवरी 2014 पाटन, गुजरात में हुई...जिसमे मुझे परमवीरचक्र विजेता और कारगिल के वीर योद्धा योगेन्द्रसिंहजी  यादव का सन्मान करने का अवसर मिला..

मुझे इस अवसर और पाटन को पुरे भारत में गौरव दिलानेवाले इंडियन आर्मी के मेजर नितिन जोषी को में नमन और अभिनंदन करता हू की जिन्होंने चतुर्थ विकलांग ट्राई-सायकल मेरेथोन दौड़ का पाटन में आयोजन किया.

मेजर नितिन जोषी ऐसे कई सामाजिक कार्य करते है और खुद भी स्पोर्टस् में कई सिद्धिया प्राप्त कर चुके है...

दोस्तों, पुरे पाटन में परमवीरचक्र विजेता और कारगिल के वीर योद्धा योगेन्द्रसिंहजी  यादव को सुना और कारगिल युद्ध में भारत के वीर जवानो की बहादुरी और बलिदानों को याद् करके अपनी आँखे गीली की. में आप सभीको इस अवसर पर कहना चाहता हू की    " जननी जन्मभूमि स्वर्ग्दा च अपी गर्यसी " ऐसी मातृभूमि के लिए जीवन जीने का और समय आने पर बलिदान देने का अवसर कभी न चुके...

आज देश चारो और से कई प्रश्नों और दुश्मनों से घिर चूका है और अपने ही देश के गद्दार राजनेताओ की वजह से दुनिया के सामने दिन-प्रतिदिन अपना शीश जुकाता जा रहा है तब मुझे इस देशके युवाओ से आशा है की वो ही अपने देशको दुनिया में गौरव दिला सकते है...

आओ हम सब देशके लिए जिए और देश के लिए अपने लेवल पे कुछ ना कुछ अच्छे कार्य करे...

" वतन की खातिर जीने की चाहत है मुझमे,
   लेकिन वक्त के तकाजेमें मरना भी जानता हू "

- आप सबका निलेश राजगोर
 प्रदेश कन्वीनर : प्रशिक्षण सेल, भारतीय जानता युवा मोरचा, गुजरात प्रदेश 
  

Thursday, 23 January 2014

प्रिय दोस्तों,

कल भारतमाता के सच्चे सपूत सुभाषचंद्र बोझ की 117 वी जन्म-जयंती पर हम सबने आर्याव्रत निर्माण द्वारा “सुभाष वंदना”, रक्तदान शिबिर”, सच्चिदानंद वात्सल्यधाम”(अनाथ बच्चो के लिए), आर्यवीर दल गुजरात” की स्थापना श्री स्वामी निजानंदजी, श्री विष्णु पंड्या, डॉ. अरेशानंद सरस्वती, श्री हरगोवन शिरवाडीया, डॉ. डी.एम्. पटेल, मेजर नितिन जोशी, श्री शक्तिसिंह चुडासमा, श्री हेमंत तन्ना, कमांडो प्रेमकुमार आर्य, रोटरी क्लब के प्रमुख श्री विनोद जोशी, डॉ जे. डी. डामोर, डॉ. रोशन अग्रवाल, डॉ निशा पटेल, श्री किशोर महेश्वरी, श्री संजय पटेल, श्री अशोक जोशी, एडवोकेट श्री दिलीपसिंह राजपूत, श्री हरेश जोशी, श्री जग्गनाथ जोशी, श्री बी. वी. जोशी, एडवोकेट दयारामभाई रावल, श्री बिजराजसिंह जाला जैसे कई महानुभाव और गुजरात के कई जानेमाने मेहमानो की उपस्थित में सफलतापूर्ण संपन्न हुआ...

में इसमें सहयोगी सभी महानुभाव, संस्थाऐ और दोस्तों का तहे दिलसे आभार/धन्यवाद व्यक्त करता हू...

साथ में परम दयालु परमात्मा इश्वर को नमन करता हू...

आप सबका निलेश राजगोर
प्रमुख : आर्याव्रत निर्माण चेरीटेबल ट्रस्ट
प्रदेश कन्वीनर : प्रशिक्षण सेल BJYM गुजरात

Tuesday, 21 January 2014

પ્રિય મિત્રો, 

સુભાષચંદ્ર બોઝનો જન્મ ૨૩ જાન્યુઆરી ૧૮૯૭ કટક, બંગાળમાં થયો હતો. જેઓ “નેતાજી” ના હુલામણા નામથી જાણીતા થયા અને જેમણે અંગ્રેજોની સામે લડવા “આઝાદ હિન્દ્ફોજ” અને “ઝાંસી કી રાની રેજીમેંટ" ની સ્થાપના કરી તથા “જયહિંદ” નો નારો આપ્યો જે આપણો રાષ્ટ્રીય નારો બની ગયો. તેમણે ૨૧ ઓક્ટોબર ૧૯૪૩ ના આર્જી-હુકુમત-એ-આઝાદ-હિંદ (સ્વાધીન ભારત કી અંતરિમ સરકાર)ની સ્થાપના કરી અને પોતાને આ સરકારના રાષ્ટ્ર્પતિ, વડાપ્રધાન અને યુદ્ધમંત્રી ઘોષિત કર્યા જેને દુનિયાના નવ દેશોએ માન્યતા આપી. તેમણે ગાંધીજીને ૬ જુલાઈ ૧૯૪૪ ના આઝાદ હિંદ રેડીઓ પરથી સૌપ્રથમ રાષ્ટ્રપિતાનું સંબોધન કર્યું અને જાપાન-જર્મનીની સહાયતા લેવાનો તથા આર્જી-હુકુમત-એ-આઝાદ-હિંદ તથા આઝાદ હિંદફોજ ની સ્થાપનાના ઉદેશ્યો અને કારણો કહ્યા તથા અંગ્રેજો સામે યુદ્ધ માટે આશીર્વાદ માંગ્યા. તેમણે અંગ્રેજો પાસેથી અંદમાન અને નિકોબાર દ્રીપ પણ જીતી લીધા અને બંને દ્રીપોના નામકરણ તેમણે “શહીદ દ્રીપ” અને “સ્વરાજ દ્રીપ” કર્યા હતા. આવા અદભુત પરાક્રમો બતાવનાર સુભાષચંદ્ર બોઝ બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન ૧૮ ઓગસ્ટ ૧૯૪૫ના રોજ હવાઈ દુર્ઘટનામાં તાઇવાનની ભૂમિ પર શહીદ થયા હતા.

ભાઈઓ-બહેનો સમગ્ર વિશ્વમાં ૨૦ કરોડ થી વધુ થેલેસેમિયા યુક્ત બાળકો છે અને ભારતમાં લાખો બાળકો થેલેસેમિયાથી પીડાય છે જેમને સતત લોહીની જરૂર પડે છે. જાગૃતિના અભાવે થેલેસેમિયા યુક્ત દશ હજાર બાળકો દર વર્ષે જન્મે છે અને ૦ થી ૫ વર્ષના બાળકને દર મહીને ૧ બોટલ રક્તની જરૂર પડે છે. ૫ થી ૧૦ વર્ષના બાળકને ૨, ૧૦ થી ૧૫ વર્ષના બાળકને ૩ અને પુખ્તવયનાને ૪ થી વધુ યુનિટ રક્તની જરૂર પડે છે. આવો આપણે “તુમ મુજે ખૂન દો, મે તુમ્હે આઝાદી દૂંગા“ નું જેમણે સુત્ર આપ્યું તેવાં સુભાષચંદ્ર બોઝને વધુમાં વધુ રક્તદાન કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ જેથી ભારતના થેલેસેમિયા યુક્ત લાખો બાળકોને લોહી માટે ઓશિયાળું ના રેહવું પડે.

સુભાષચંદ્ર બોઝ જેવા અનેક શહીદવીરોએ દેશ માટે પોતાનું જીવન અર્પિત કરી દીધું ત્યારે આપણે સમાજ અને દેશ માટે શું એક યુનિટ રક્તદાન ના કરી શકીએ ?
જો હા... તો આવો અને રક્તદાન કરો તથા કરવો...

નોંધ :- તે જ સ્થળે સુભાષ વંદના કાર્યક્રમમાં ક્રાંતિકારી સંત શ્રી સ્વામી નિજાનંદજી અને ગુજરાતના અગ્રણી પત્રકાર, ઇતિહાસવિદ અને લેખક શ્રી વિષ્ણુ પંડ્યા પણ ઉપસ્થિત રહી તેમની વાણીનો લાભ આપશે તથા આપ સૌ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં "સચ્ચિદાનંદ વાત્સલ્યધામ" (અનાથ બાળકો માટે) તથા "આર્યવીર દલ" ની સ્થાપના પણ કરવામાં આવશે.

સ્થળ : “રંગભવન” યુનિવર્સીટી કેમ્પસ, કલેકટર કચેરી, પાટણ
સમય : સવારે ૯:૩૦ થી ૧:૦૦ વાગ્યા સુધી
તારીખ : ૨૩ જાન્યુઆરી ગુરૂવાર ૨૦૧૪


આપના સહકારની અપેક્ષા સહ... 

આપ સૌનો નિલેશ રાજગોર 
પ્રદેશ કન્વીનર : પ્રશિક્ષણ સેલ BJYM ગુજરાત, 
પ્રમુખ આર્યાવ્રત નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ

-: સંપર્ક :-

ઓફીસ : ૧૧૨-૧૧૪ હર્ષ પ્લાઝા, ટેલિફોન એક્ષચેન્જ રોડ, પાટણ-૩૮૪૨૬૫,
મોબાઇલ નં : ૦૯૯૦૪૧ ૪૮૧૫૯, ૦૯૪૨૭૪ ૮૨૮૮૨
ઈ-મેઈલ : nileshrajgor.om@gmail.com
વેબસાઈટ : www.aryavratnirman.com , www.nileshrajgor.com
ફેસબુક : https://www.facebook.com/nilesh.rajgor.50
ટ્વીટર : https://twitter.com/nilesh_rajgor
બ્લોગ : http://rajgornilesh.blogspot.in/


Monday, 20 January 2014

प्रिय दोस्तों,

जय हिन्द के साथ 23 जनवरी सुभाषचंद्र बोज़ की 117वी जन्म-जयंती पर आप सबको हार्दिक निमंत्रण....
दोस्तों "तुम मुझे खून दो, में तुम्हे आज़ादी दुंगा" एसा नारा जिसने दिया और आज़ादी के स्वतंत्रता संग्राम के जो सच्चे स्वतंत्र सेनानी थे, जिन्होंने "आज़ाद हिन्द फोज" और "झाँसी की रानी रेजीमेंट" की स्थापना की| सिंगापूर में 21 ऑक्टोबर 1943 आर्जी-हुकूमते-ए-आज़ाद-हिन्द (स्वाधीन भारत की अंतरिम सरकार) की स्थापना की और वो खुद इस सरकारके राष्ट्रपती, प्रधानमंत्री और युद्धमंत्री बने जिन्हें कुल 9 देशोने मान्यता दी और द्रितीय विश्व युद्ध दौरान अंग्रेजोसे अंदमान और निकोबार द्वीप जित लिए और "शहीद द्वीप" और "स्वराज द्वीप" का नाम दिया | 6 जुलाई 1944को आज़ाद हिन्द रेडियो पर अपने भाषण के माध्यम से गांधीजी को संबोधित करते हुए नेताजीने जापान से सहायता लेने का अपना कारण और आर्जी-हुकूमते-ए-आज़ाद-हिन्द तथा आज़ाद हिन्द फोज की स्थापना के उदेश्य के बारे में बताया | इस भाषण के दौरान नेताजीने ही सर्वप्रथम गांधीजी को राष्ट्रपिता बुलाकर अपनी जंग के लिए उनका आशीर्वाद भी माँगा |

ऐसे एक बहादुर और भारतमाता के स्वतंत्र सेनानी सुभाषचंद्र बोज़ की जन्म-जयंती पर हम लोग सुभाष वंदना , रक्तदान शिबिर, सच्चिदानंद वात्सल्यधाम(अनाथ बच्चो के लिए), आर्यवीर दल पाटन, गुजरात की स्थापना जेसे कार्यक्रम करने जा रहे है जिसमे आप सबको में सच्चे दिलसे आमंत्रित करता हू |

आप सबका
निलेश राजगोर
प्रदेश कन्वीनर : प्रशिक्षण सेल, BJYM गुजरात
प्रमुख : आर्याव्रत निर्माण चेरीटेबल ट्रस्ट, पाटन

संपर्क : मो. - 099041 48159, 094274 82882
Email ID - nileshrajgor.om@gmail.com
website - http://aryavratnirman.com/
Twitter - https://twitter.com/nilesh_rajgor
blog - http://rajgornilesh.blogspot.in/

Saturday, 18 January 2014


પ્રિય મિત્રો,
"પર્યાવરણ બચાવો અભિયાન" ના ભાગરૂપે મેં એક "વ્રુક્ષ દત્તક યોજના" પૂજ્ય સંત શ્રી સ્વામી નિજાનંદજીની પ્રેરણાથી શરૂ કરેલ છે. મને ખુબ જ આનંદ થાય છે કે ભારતના ક્રાંતિકારી સંત, મહાન વિશ્વ પ્રવાસી, તત્વચિંતક અને સમાજ સુધારક પૂજ્ય સંત શ્રી સ્વામી સચ્ચિદાનંદજીએ પણ વિવેકાનંદ જન્મ-જયંતી ૧૨/૧/૨૦૧૪ના રોજ એક વ્રુક્ષ દત્તક લીધું.
આપ પણ પર્યાવરણ જાળવણીના ભાગરૂપે એક વ્રુક્ષ દત્તક લઇ સહકાર આપી શકો છો.

લિ. આપનો વિશ્વાસુ,
નિલેશ રાજગોર

પ્રમુખ
આર્યાવ્રત નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ


Thursday, 9 January 2014

પ્રિય મિત્રો,

સૌપ્રથમ હું ભારતના એક રાષ્ટ્ર પુરૂષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને ભારતના બીજા મહાપુરૂષ માન. નરેન્દ્રભાઈ મોદી કે જેમના નેતૃત્વમાં એક ભારત...શ્રેષ્ઠ ભારતનો મહાયજ્ઞ આરંભાઈ ચુક્યો છે અને જેમણે સમગ્ર ભારતવતી એવા મહાપુરૂષનું ઋણ ચુકવવાનો ગૌરવવંતો પ્રયાસ કર્યો છે કે જેમણે ૫૬૫ થી વધુ રજવાડા એક કરી અખંડ ભારતનું નિર્માણ કર્યું તેવાં સાચા લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને સમગ્ર ભારતના ગામડાઓની પવિત્ર માટી, ખેતીમાં વપરાયેલું લોખંડનું ઓજાર અને ગ્રામજનોના હસ્તાક્ષર મેળવી લોકભાગીદારીથી ૧૮૨ મીટર ઉંચી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવી ભારતને સમગ્ર વિશ્વમાં ગૌરવ અપાવવાના આ મહાયજ્ઞમાં વિસ્તારક તરીકે મોકલી ગૌરવવંતા ઇતિહાસના ભાગીદાર બનવાનો સુવર્ણ અવસર આપ્યો તેમનો અને ભારતીય જનતા પાર્ટીનો હૃદયપૂર્વક આભાર માનું છુ.

તા-૪,,૬ જાન્યુઆરી ૨૦૧૪ના વિસ્તારક તરીકે સિદ્ધપુર તાલુકાના નાગવાસણ શક્તિકેન્દ્રમાં જવાનો અવસર મળ્યો જેમાં લુખાસણ, સંડેસરી, મુડાણા, નાગવાસણ એમ ચાર ગામોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમ અંતર્ગત ખુબ જ ઉમળકાભેર આવકાર મળ્યો અને માન. નરેન્દ્રભાઈના વિચારોને સાર્થક કરતી ગામડાઓની પવિત્ર માટી, ખેતીમાં વપરાયેલું લોખંડનું ઓજાર અને ગ્રામજનોના હસ્તાક્ષર દ્વારા સરદાર પટેલને ગામલોકોની શ્રદ્ધાંજલિ મળી તે જોઈ ગદગદ થઇ જવાયું અને મને પણ ૧૮૨ પીંપળા વાવી શ્રદ્ધાંજલિ આપવાનો વિચાર આવ્યો જે મે નાગવાસણ ગામના આગેવાનો અને લોકો સમક્ષ મુક્યો જે તેમણે સહર્ષ વધાવી લીધો અને ખુબ જ સારું કાર્ય કરતી સિદ્ધપુર મહાજન પાંજરાપોળ નાગવાસણ ના પ્રમુખ અને માન. રાજ્યસભાના સાંસદ શ્રી દિલીપભાઈ પંડ્યાએ પણ પાંજરાપોળની જમીનમાં ૧૮૨ પીંપળા વાવી ઉછેરવાની સંપૂર્ણ જવાબદારી લીધી અને અમારા ઉત્સાહમાં વધારો કર્યો.

માન. રાજ્યસભાના સાંસદ શ્રી દિલીપભાઈ પંડ્યા અને ગામલોકો દ્વારા લોકો સાથે વાત કરી અમે અધ્યાત્મ, વિજ્ઞાન, ઈતિહાસ, તત્વચિંતન અને પર્યાવરણ જેવા અનેક વર્તમાન વિષયો ઉપર અદભુત પ્રભુત્વ ધરાવતા બ્રમ્હ્ચારી આશ્રમ ગોતરકાના પરમ પૂજ્ય સંત સ્વામી નિજાનંદજીને આમંત્રણ આપી અમોએ ગામલોકો, પાંજરાપોળના કર્મચારીઓ અને વન-વિભાગની મદદથી ૧૮૨ પીંપળા વાવી સરદાર પીંપળવનદ્વારા નાગવાસણમાં અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલને વીરાંજલીનો નવતર અભિગમનો કાર્યક્રમ તા-૬-૧-૨૦૧૪ના સોમવારના રોજ બપોરે ૩ કલાકે કર્યો.

પૂજ્ય સ્વામીજી અને માન. સાંસદશ્રી, ગામલોકો અને અનેક મહાનુભાવોની હાજરીમાં સરદાર વલ્લભભાઈ પટેલને ૧૮૨ પીંપળા વાવી સરદાર પીંપળવન દ્વારા શ્રદ્ધાંજલિ આપવાનો અમને સૌને આનંદ થયો.

પૂજ્ય સંત શ્રી સ્વામી નિજાનંદજીએ પીંપળા વિશે ખુબ જ ઊંડાણ પૂર્વક અને અધ્યાત્મ અને વિજ્ઞાનની સમજ આપી હતી અને કહ્યું હતું કે આખા વિશ્વના પુરાતત્વવિદો એક બાબતે સંમત થયા છે કે હડપ્પન સંસ્કૃતિના જે અવશેષો મળ્યા છે એ એટલા પ્રાચીન છે કે તેનું કશું જ ઓળખાયું નથી તેની ભાષા, શિલાલેખો, લિપી, ચિત્રો પરંતુ તેમાંથી એક વસ્તુ ઓળખાઈ છે જે પથ્થર ઉપર ચિત્ર છે જે એક સ્ત્રી બાળકને જન્મ આપી રહી છે તેનું ચિત્ર જે પથ્થર ઉપર પીંપળાના પત્તા ઉપર ચિત્ર દોરેલું છે. એટલે કે જેટલા વર્ષોથી માણસ સુસંસ્કૃત થયો, સભ્ય થયો, વસ્ત્રો પેહરતો થયો, સમાજ રચના કરતો થયો, ઉત્સવો કરતો થયો ત્યારથી વ્રુક્ષ તરીકે પીંપળો ટોચ ઉપર બિરાજમાન છે અને ત્યારથી તેનું પૂજન થાય છે. વિશ્વમાં ઉત્તમ માં ઉત્તમ બે જ મહાઔષધીઓ ટેટ્રાસાઈક્લીન અને પેરાસીલીન / પેરાડુરીન દવા તરીકે ઉત્તમ ગણાય છે અને એનો જે દિવસે વિકલ્પ પડી ભાંગશે તે દિવસે વિશ્વ આખું ભારતીય આર્યુવેદ અને ખાસ કરીને પીંપળા તરફ વળશે. મને ગૌરવ છે કે આજે એક રાષ્ટ્ર પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલનું અપરોક્ષ રીતે પૂજન થઇ રહ્યું છે, પીંપળાનું પરોક્ષ રીતે પૂજન થઇ રહ્યું છે અને ગૌમાતાનું પૂજન પણ થઇ રહ્યું છે અને દોહન પણ થઇ રહ્યું છે. પીંપળાના રસમાંથી અનેક આર્યુવેદિક ઔષધિઓ બને છે અને જે ૨૪ કલાક ઓક્સિજન આપે છે તેવાં ૧૮૨ પીંપળા વાવી ગામલોકોની આ અનોખી શ્રદ્ધાંજલિ ખુબ જ સરાહનીય છે અને હું આશા રાખું છુ કે ૧૮૨ મીટરનું સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વમાં ભારતનું ગૌરવ થઈને ઉભું હશે અને સિદ્ધપુર તાલુકાના નાગવાસણ ગામમાં ૧૮૨ ઊંચા-ઊંચા પીંપળા ઉભા હશે અને બીજા ગામો પણ સરદાર પટેલને વીરાંજલી આપવા આવી રીતે આગળ આવે તેવી આશા રાખું છુ.
હું આ સમગ્ર કાર્યક્રમની પ્રેરણા આપનાર અને એક ભારત...શ્રેષ્ઠ ભારતના સ્વપ્નદ્રષ્ટા શ્રી નરેન્દ્રભાઈ મોદી, ભારતીય જનતા પાર્ટી, પાંજરાપોળના પ્રમુખ અને માન. રાજ્યસભાના સાંસદ દિલીપભાઈ પંડ્યા, ભાજપના પદાધીકારીશ્રીઓ વન-વિભાગના કર્મચારીઓ, પાંજરાપોળના કર્મચારીઓ કે જેઓ ૧૮૨ પીંપળાને ઉછેરવાના છે અને સૌ ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર માનું છુ અને છેલ્લે આપ સૌ સમક્ષ નાગવાસણ ગામની જેમ સરદાર પટેલને તમારા ગામ તરફથી ૧૮૨ પીંપળા વાવી સરદાર પીંપળવન દ્વારા શ્રદ્ધાંજલિ આપવા અનુરોધ કરું છું કારણ કે...
ગુજરાતના ૧૮૦૦૦ ગામડાઓ ૧૮૨ પીંપળા વાવી સરદાર પીંપળવનદ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને વીરાંજલી આપે તો બત્રીસ લાખ છોત્તેર હજાર(૩૨૭૬૦૦૦)  પીંપળા ઉછરે જે પર્યાવરણ અને માનવજાત માટે વરદાન સાબિત થશે.

 -      આપ સૌનો નિલેશ રાજગોર
      પ્રદેશ કન્વીનર : પ્રશિક્ષણ સેલ
      ભારતીય જનતા યુવા મોરચો ગુજરાત




.


Monday, 6 January 2014





પ્રિય મિત્રો,

ગઈકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી કાર્યક્રમના ભાગરૂપે નાગવાસણ શક્તિ કેન્દ્ર તા-સિદ્ધપુર, જી-પાટણ ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ ને એક નવતર પ્રયોગ તરીકે ૧૮૨ પીંપળા વાવી વીરાંજલી આપવાનો નમ્ર પ્રયાસ સિદ્ધપુર મહાજન પાંજરાપોળ નાગવાસણના સોજન્યથી સમગ્ર ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો.

જેમાં પર્યાવરણ, આધ્યાત્મ, વિજ્ઞાન અને રાષ્ટ્રવાદ ના મારા પ્રેરણામૂર્તિ સદગુરૂ સંત શ્રી સ્વામી નિજાનંદજી, આદરણીય રાજ્યસભાના સાંસદ શ્રી દિલીપભાઈ પંડ્યા તથા સૌ ગ્રામજનો, ભાજપના પદાધિકારીશ્રીઓ અને વન-વિભાગના કર્મચારીઓ વગેરે હાજર રહી કાર્યક્રમને દીપાવી સફળ બનાવ્યો.

સહભાગી અને મદદકર્તા સૌ લોકોનો હું દિલથી આભાર માનું છુ અને આશા રાખું છુ કે આપ પણ સરદાર વલ્લભભાઇ પટેલને શ્રદ્ધાંજલિ આપવા માન. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા "એક ભારત...શ્રેષ્ઠ ભારત..." ના મહાયજ્ઞમાં સરદાર પટેલને થયેલા અન્યાયનો બદલો ગુજરાતના નરરત્ન નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવવામાં યથાશક્તિ મદદ કરી આપણી એક આહુતિ આપીએ...

આપ સૌનો નિલેશ રાજગોર
પ્રદેશ કન્વીનર : પ્રશિક્ષણ સેલ, ગુજરાત યુવા ભાજપ

Thursday, 2 January 2014

" સરદારે દેશને બનાવ્યો એક, આપણે ભારતને બનાવીએ શ્રેષ્ઠ "

પ્રિય મિત્રો,
આજે ભારતીય જનતા પાર્ટી-પાટણ જીલ્લા "વિસ્તારક વર્કશોપ" નું આયોજન પાટણ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ આર્યની અધ્યક્ષતામાં પારેવીયા વીરદાદા મંદિર, ગદોસણ ખાતે યોજાયુ. જેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા, શ્રી શંકરભાઈ ચૌધરી, રાજ્ય સરકારના મંત્રી અને પાટણ જીલ્લાના પ્રભારી મંત્રી શ્રી લીલાધરભાઇ વાઘેલા , રાજ્ય સરકારના મંત્રી શ્રી દિલિપજી ઠાકોર, સાંસદ શ્રી દિલીપભાઈ પંડ્યા, પાટણના પ્રભારી શ્રી અરજણભાઈ રબારી , લોકસભાના ઇન્ચાર્જ અને પાટણના ધારાસભ્ય શ્રી રણછોડભાઈ દેસાઈ,સમી-રાધનપુરના ધારાસભ્ય શ્રી નાગરજી ઠાકોર, જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મોહનભાઈ પટેલ, એસ.ટી. નિગમના ડીરેક્ટર શ્રી કે.સી.પટેલ, લોકસભાના ઇન્ચાર્જ શ્રી ભરતભાઈ રાજગોર, પ્રદેશ કારોબારી સદસ્ય શ્રી પ્રવીણભાઈ મહાલક્ષ્મી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

માન. શંકરભાઈ ચૌધરી, ભીખુભાઈ, લીલાધરભાઇ વાઘેલા વગેરે એ પાટણ જીલ્લા માંથી ૧૩૩ ગ્રામીણ શક્તિ કેન્દ્રોમાં વિસ્તારક તરીકે જઈ રહેલા અને પોતાના વિસ્તારમાં વિસ્તારકની સાથે રહેનારા ૧૩૩ વિસ્તારકો અને અપેક્ષિત કાર્યકર્તાઓને વિશેષ માર્ગદર્શન આપ્યું. માન. શંકરભાઈ ચૌધરી અને ભીખુભાઈ એ કાર્યકર્તાઓને કહ્યું કે આપ સૌ ઈતિહાસ ના સાક્ષી બનવા વિસ્તારક તરીકે અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ ની સ્મૃતિમાં " Statue Of Unity " જે ભારતને સમગ્ર વિશ્વમાં ગૌરવ અપાવવાનું છે અને જેની ઊંચાઈ ૧૮૨ મીટર છે તથા ખેતીને ઉપયોગી સંસોધન કેન્દ્રો બનવાના છે તેવાં સદ્કાર્ય માટે ગ્રામજનોને સહભાગી બનાવવા જઈ રહ્યા છો ત્યારે આપ સૌ સદનસીબ છો.

આવો આપણે સૌ ભારતના મહાપુરુષ શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ ને વીરાંજલી આપવા ગુજરાતના એક રત્ન માન. નરેન્દ્રભાઈ મોદીને ભારતના વડાપ્રધાન બનાવી ગુજરાતને કોંગ્રેસે કરેલો અન્યાય કે જેમાં સરદાર વલ્લભભાઇ પટેલ વડાપ્રધાન બનતા રહી ગયા હતા અને તેના લીધે ભારતને કાશ્મીર અને આતંકવાદના સળગતા પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે તેને નાબુદ કરવા ભારતીય જનતા પાર્ટીનો વિસ્તાર કરી એક-એક બુથ જીતીએ તથા સમગ્ર દેશના સર્વાંગી વિકાસના માન. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આગળ વધી રહેલા આ મહાયજ્ઞમાં આપણી પણ એક આહુતિ આપીએ.

" સરદારે દેશને બનાવ્યો એક,
આપણે ભારતને બનાવીએ શ્રેષ્ઠ "

- આપ સૌનો નિલેશ રાજગોર
પ્રદેશ કન્વીનર : પ્રશિક્ષણ સેલ, BJYM ગુજરાત.