Thursday, 30 October 2014

પ્રિય મિત્રો...

આજે અખંડ ભારતના શિલ્પી અને સાચા મહાપુરૂષ શ્રી સરદાર પટેલની જન્મજયંતિ છે. આવો આપણે સૌ જેમની કરણી અને કથની એક હતી તેવા મહાપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ અને તેમના માતા-પિતાને કોટી-કોટી વંદન કરીએ અને સાચી પ્રેરણા લઇ દેશ માટે ખરેખર કંઇક સારું કાર્ય કરીએ...

અદ્વિતીય કુનેહથી ૫૬૨ રજવાડાઓનું વિલિનીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કરનાર સરદાર પટેલના અમૂલ્ય યોગદાનથી દેશની ભાવિ પેઢીને માહિતગાર કરવાના આશયથી તેમની જન્મતિથિ ૩૧ ઓક્ટોબરને કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા સામે રહેલા પડકારોનો સામનો કરવાની આપણી ક્ષમતાને બળ આપવાનો અને એક પ્રજા તરીકેની આપણી અસ્મિતાને આંદોલિત કરવાનો અવસર આપશે. 

આવો, આજના દિવસે સરદારસાહેબના નિર્ભયતા, ધીરજ, સાહસ, શિસ્તબધ્ધતા, કર્મશીલતા જેવા સદગુણોનું સ્મરણ કરીને તેને આત્મસાત કરવાનો પ્રયાસ કરીએ.

જય સરદાર સાથે...
આપ સૌનો નિલેશ રાજગોર...


No comments:

Post a Comment