મિત્રો,
આજે શક્તિ ની ભક્તિ આરાધના પર્વનો આઠમો દિવસ એટલે કે મહાગૌરી ની આરાધના કરવાનો દિવસ છે.
આજે આપણે પ્રાર્થના અને ઉપવાસ નું જીવનમાં કેટલું મહત્વ છે તે આ સદીના મહામાનવ અને ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવનચરિત્ર પરથી ટૂંકમાં સમજીશું.
મિત્રો, ગાંધીજી એ વિશ્વના રાજકીય ક્ષેત્રના એકમાત્ર વ્યક્તિ છે કે જેમણે રાજકીય વ્યક્તિ હોવા છતાં મહાત્મા નું અધિકૃત બિરુદ મળ્યું છે, જાણો છો કેમ?
ગાંધીજી એ ભગવતગીતા આત્મસાત કરી હતી. જ્ઞાનયોગ, ભક્તિયોગ અને રાજયોગ આ ત્રણેય નો તેઓ સમન્વય ધરાવતા હતા.
તેમની એક સામાન્ય માણસ માંથી મહાત્મા સુધીની સફળ જીવન ગાથાની જો કોઈ શક્તિ હોય તો તે પ્રાર્થના અને ઉપવાસ હતા. પ્રાર્થના એ ગાંધીજી નો નિત્યક્રમ હતો અને તેમણે તો એટલે સુધી કહ્યું હતું કે, “ઈશ્વરે મારી પ્રાર્થનાનો જવાબ ન આપ્યો હોય એવું કદી બન્યું નથી”
ગાંધીજી ના અનેક આંદોલનો અને તેમની આત્મશક્તિ ની સફળતા માટે ઉપવાસ એ ગાંધીજી નું અમોઘ શસ્ત્ર હતું.
મિત્રો, ઉપવાસ એ આત્મશક્તિ માં વધારો કરનારું અને આત્મદેહ ની તપસ્યાનું શ્રેષ્ઠ પરિબળ છે. ગાંધીજી એ પ્રથમ વખત ૧૯૧૩ માં દક્ષિણ આફ્રિકા માં સાત દિવસના ઉપવાસ કરેલા અને છેલ્લે તેમણે ૧૭ મી વખત ૧૯૪૮ માં હિંદુ-મુસ્લિમ ની એકતા માટે છ દિવસ માટે ઉપવાસ કરેલા. આઝાદી ની લડત માટે કુલ ૧૪૦ દિવસ જેટલા ઉપવાસ કરેલા અને વધુમાં વધુ ૨૧ દિવસ સુધી સતત ઉપવાસ પણ કરેલા.
ટૂંકમાં ઉપવાસ અને પ્રાર્થના થી જીવનમાં કેટલી અણમોલ શક્તિ પ્રગટ થાય છે અને જીવનના અનેક સંકટો ને પાર કરીને પણ સફળતા મેળવાય છે જેનું સત્ય ઉદાહરણ મહાત્મા ગાંધીથી બીજું કોઈ હોઈ ના શકે...
અત્યારનું તાજું ઉદાહરણ જોવા જઈએ તો મહાત્મા ગાંધી પછી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ ઉપવાસ ની શક્તિ નું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. યુવાની કાળથી ચાલી આવતી શક્તિ ની આરાધનામાં ઉપવાસ નો ક્રમ તેમણે વિશ્વની મહાસત્તા અમેરિકા માં જઈને પણ જાળવી રાખ્યો તથા ઉપવાસ નું મહત્વ અને શક્તિ નો પરિચય આપ્યો.
શક્તિ ની ભક્તિ કરે ભારત....
આપ સૌનો,
નીલેશ રાજગોર
No comments:
Post a Comment