Wednesday, 1 October 2014

આજે “શક્તિ ની ભક્તિ” આરાધના પર્વનો સાતમો દિવસ છે. આજે માતા કાલરાત્રી નો દિવસ ગણાય છે.

આજે ક્રાંતિકારી સંત અને સદૈવ હિંદુધર્મ ની ચિંતા કરતા મારા પ્રેરણા સ્ત્રોત પરમ પૂજ્ય સ્વામી નિજાનંદજી જોડે “મહાકાલી માતા” વિષે ચર્ચા થઇ અને ખુબ જ ગહન રહસ્ય જાણવા મળ્યું તથા આપણી ભારતીય સંસ્કૃતિ અને હિંદુધર્મ વિષે પ્રચંડ અહોભાવ પ્રગટ થયો કે વિજ્ઞાન જે વસ્તુ હવે જાણે છે તે આપણે હજારો વર્ષો પેહલા સ્થાપિત કરેલી છે. 

“મિત્રો, ભારતીય આર્ય સભ્યતા એ વાતથી બિલકુલ વિદિત હતી કે બ્રમ્હાંડ માં જે દેખાય છે તે બ્રમ્હાંડ અલ્પ માત્રા નું જ બનેલું છે. જે પદાર્થ સ્વરૂપે છે એનો પણ હજુ સુધી પત્તો નથી. તો પદાર્થનો નિયંતા કાળ છે.

પરંતુ કાળ પણ જો પ્રવાહિત છે તો બાકીનું બ્રમ્હાંડ શેનું બનેલું છે?-

અગમ અને અગોચર બ્રમ્હાંડ વિષે વિશ્વના વર્તમાન વૈજ્ઞાનિકો એ અનુમાન કર્યું કે ૭૦% થી વધુ બ્રમ્હાંડ જે તત્વનું બનેલું છે અને છતાય ખાલી-ખમ જણાય છે જે “Dark Energy” છે.

મિત્રો, જાણો છો, આ “Dark Energy” એજ આર્યપ્રજા એ સ્થાપિત કરેલી મહાકાલી”
- સ્વામી નિજાનંદ.

શક્તિ ની ભક્તિ કરે ભારત....

આપ સૌનો
નીલેશ રાજગોર

No comments:

Post a Comment