Thursday, 30 October 2014

પ્રિય મિત્રો...

આજે અખંડ ભારતના શિલ્પી અને સાચા મહાપુરૂષ શ્રી સરદાર પટેલની જન્મજયંતિ છે. આવો આપણે સૌ જેમની કરણી અને કથની એક હતી તેવા મહાપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ અને તેમના માતા-પિતાને કોટી-કોટી વંદન કરીએ અને સાચી પ્રેરણા લઇ દેશ માટે ખરેખર કંઇક સારું કાર્ય કરીએ...

અદ્વિતીય કુનેહથી ૫૬૨ રજવાડાઓનું વિલિનીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કરનાર સરદાર પટેલના અમૂલ્ય યોગદાનથી દેશની ભાવિ પેઢીને માહિતગાર કરવાના આશયથી તેમની જન્મતિથિ ૩૧ ઓક્ટોબરને કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા સામે રહેલા પડકારોનો સામનો કરવાની આપણી ક્ષમતાને બળ આપવાનો અને એક પ્રજા તરીકેની આપણી અસ્મિતાને આંદોલિત કરવાનો અવસર આપશે. 

આવો, આજના દિવસે સરદારસાહેબના નિર્ભયતા, ધીરજ, સાહસ, શિસ્તબધ્ધતા, કર્મશીલતા જેવા સદગુણોનું સ્મરણ કરીને તેને આત્મસાત કરવાનો પ્રયાસ કરીએ.

જય સરદાર સાથે...
આપ સૌનો નિલેશ રાજગોર...


પ્રિય મિત્રો,

શું આપ પર્યાવરણ પ્રેમી છો ??

શું આપણે આપણા બાળકોને સલામત પૃથ્વી ભેટ આપવી છે ??

શું આપણે ઈચ્છીએ છીએ કે પ્રકૃતિ નું સંતુલન જળવાઈ રહે ??

શું આપણે ગ્લોબલ વોર્મિંગ ના ભયંકર પડકારો ને પહોંચી વળવું છે ??

જેવા અનેક પ્રશ્નોના જવાબ રૂપે ગુજરાત ના ઈતિહાસ માં પ્રથમ વાર તમામ પ્રકૃતિ પ્રેમીઓ એકત્રિત થઇ "પર્યાવરણ પરિસંવાદ" કરવાના છે.

આ પર્યાવરણ પરિસંવાદ માં વિશેષ ઉપસ્થિત તરીકે નીચેના મહાનુભાવો માર્ગદર્શન આપવાના છે.

અતિથી વિશેષ। ..
સ્વામી સચ્ચિદાનંદ (દંતાલી આશ્રમ )
સ્વામી નિજાનંદ (ગોતરકા આશ્રમ )
જીતુભાઈ તળાવીયા (અમરેલી )
મયુરભાઈ સવાણી (સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ - સુરત )
ભરતભાઈ પાઠક (ચેરમેન - ગીર ફાઉન્ડેશન)
મહેન્દ્રભાઈ મશરુ (પ્રખર પ્રકૃતિ પ્રેમી)
શાહબુદ્દીનભાઈ રાઠોડ (પ્રખર પ્રકૃતિ પ્રેમી - હાસ્ય કલાકાર)

તો મિત્રો આવો આપણે સૌ ભેગા મળી ગુજરાતના પર્યાવરણ જતન માટે ચિંતન કરીએ અને આ તમામ પ્રકૃતિ પ્રેમીઓને એક જગ્યાએ એકત્રિત કરવાનો સરાહનીય પ્રયાસ કરનાર તિરુપતિ ફાઉન્ડેશન, પ્રકૃતિ મંડળ, ગ્રીન પ્લાનેટ, મેટ્રીકોન ફાઉન્ડેશન, એન.જી.ઓ.એસોસિયેશન જેવી અનેક સંસ્થાઓ ના પ્રયાસ ને સફળ કરી "ગ્રીન ગ્લોબલ બ્રિગેડ" બનાવીએ અને પર્યાવરણ નું જતન કરીએ

તારીખ - 2 નવેમ્બર 2014, રવીવાર
સ્થળ - તિરૂપતી ઋષિવન, દેરોલ, વિજાપુર-હિંમતનગર રોડ

આપ સૌ પર્યાવરણપ્રેમી ચોક્કસ આ પર્યાવરણ પરિસંવાદ માં ભાગ લેશો તેવા વિશ્વાસ સાથે,
આપ સૌનો નીલેશ રાજગોર
એક પર્યાવરણપ્રેમી

વધુ જાણકારી માટે સંપર્ક કરો,
નીલેશ રાજગોર - 9904148159
વિજય પટેલ - 9723490090
એહમદ પઠાણ - 9998584401
કમલેશ ભટ્ટ - 9227464555

Thursday, 23 October 2014


आओ हम नए साल में नया संकल्प करे की हम परिवार के साथ-साथ समाज के सभी लोगोके साथ खुशियां मनाए और अपने देश को आर्थिक, सामाजिक, राजकीय और आध्यात्मिक क्षेत्रमें सही बल प्रदान करे और दुनिया को एक नई राह चिंधे...
Happy Dipawali !!

Wednesday, 15 October 2014


दोस्तों,

कल आधुनिक भारत के महान वैज्ञानिक एवं पूर्व राष्ट्रपति महर्षि डॉ. ए.पी.जे. अब्दुल कलाम का 83 वा जन्मदिन था |

श्री डॉ. ए. पी. जे. अब्दुल कलाम ने भारत को अणु टेक्नोलोजी और बेलेस्टिक मिसाइल डेवलपमेन्ट द्वारा विश्व में सन्मान दिलाया है और जो "Missile Man of India" से जाने जाते है और नात, जात और धर्म से ऊपर उठके भारत में रहने वाला हर भारत वासी पहले सच्चा भारतीय है और अपने देश के लिए क्या कर शकता है उसकी मिसाल इस महान वैज्ञानिक ने रात-दिन अपने देश के लिए कार्यरत रहके कायम की है ऐसे महान वैज्ञानिक को कोटी कोटी वंदन और भगवान् उनको दीर्धायु दे ऐसी शुभकामना...

आओ हम सब युवा इनसे प्रेरणा ले और देश के लिए जीना सीखे... 
इनकी बायोग्राफी "Wings of Fire" सभी भाषाओं में मिलती है उसे जरुर पढ़े..

- आप सबका
निलेश राजगोर


Friday, 10 October 2014

માનવતા ના અસુરો સામે જંગ છેડી પાકિસ્તાની દીકરી મલાલાએ તાલીબાનોએ શિક્ષણાધિકાર પર પ્રતિબંધ મુકેલો હોવા છતાં મહિલાઓનાં શિક્ષણાધિકાર માટે અવાઝ ઉઠાવ્યો અને તેને તાલિબાનોની ગોળીનો ભોગ બનવું પડ્યું એવી મહિલા શક્તિકરણ નું શ્રેષ્ઠ ઉદાહરણ મલાલા ને નોબલ પુરસ્કાર વિજેતા થવા બદલ ખુબ-ખુબ અભિનંદન...



"બચપન બચાઓ આંદોલન" દ્વારા બાળકોના અધિકાર માટે કામ કરી ઈશ્વર નું સ્વરૂપ એવા બાળકો ને નવજીવન બક્ષતા શ્રીમાન કૈલાશ સત્યાર્થી ને "નોબલ પુરસ્કાર" મેળવી ભારત નું ગૌરવ વધારવા બદલ ખુબ-ખુબ અભિનંદન...

Thursday, 2 October 2014

મિત્રો,

આજે શક્તિ ની ભક્તિ આરાધના પર્વનો આઠમો દિવસ એટલે કે મહાગૌરી ની આરાધના કરવાનો દિવસ છે.

આજે આપણે પ્રાર્થના અને ઉપવાસ નું જીવનમાં કેટલું મહત્વ છે તે આ સદીના મહામાનવ અને ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવનચરિત્ર પરથી ટૂંકમાં સમજીશું.

મિત્રો, ગાંધીજી એ વિશ્વના રાજકીય ક્ષેત્રના એકમાત્ર વ્યક્તિ છે કે જેમણે રાજકીય વ્યક્તિ હોવા છતાં મહાત્મા નું અધિકૃત બિરુદ મળ્યું છે, જાણો છો કેમ?

ગાંધીજી એ ભગવતગીતા આત્મસાત કરી હતી. જ્ઞાનયોગ, ભક્તિયોગ અને રાજયોગ આ ત્રણેય નો તેઓ સમન્વય ધરાવતા હતા.

તેમની એક સામાન્ય માણસ માંથી મહાત્મા સુધીની સફળ જીવન ગાથાની જો કોઈ શક્તિ હોય તો તે પ્રાર્થના અને ઉપવાસ હતા. પ્રાર્થના એ ગાંધીજી નો નિત્યક્રમ હતો અને તેમણે તો એટલે સુધી કહ્યું હતું કે, “ઈશ્વરે મારી પ્રાર્થનાનો જવાબ ન આપ્યો હોય એવું કદી બન્યું નથી”

ગાંધીજી ના અનેક આંદોલનો અને તેમની આત્મશક્તિ ની સફળતા માટે ઉપવાસ એ ગાંધીજી નું અમોઘ શસ્ત્ર હતું.

મિત્રો, ઉપવાસ એ આત્મશક્તિ માં વધારો કરનારું અને આત્મદેહ ની તપસ્યાનું શ્રેષ્ઠ પરિબળ છે. ગાંધીજી એ પ્રથમ વખત ૧૯૧૩ માં દક્ષિણ આફ્રિકા માં સાત દિવસના ઉપવાસ કરેલા અને છેલ્લે તેમણે ૧૭ મી વખત ૧૯૪૮ માં હિંદુ-મુસ્લિમ ની એકતા માટે છ દિવસ માટે ઉપવાસ કરેલા. આઝાદી ની લડત માટે કુલ ૧૪૦ દિવસ જેટલા ઉપવાસ કરેલા અને વધુમાં વધુ ૨૧ દિવસ સુધી સતત ઉપવાસ પણ કરેલા.

ટૂંકમાં ઉપવાસ અને પ્રાર્થના થી જીવનમાં કેટલી અણમોલ શક્તિ પ્રગટ થાય છે અને જીવનના અનેક સંકટો ને પાર કરીને પણ સફળતા મેળવાય છે જેનું સત્ય ઉદાહરણ મહાત્મા ગાંધીથી બીજું કોઈ હોઈ ના શકે...

અત્યારનું તાજું ઉદાહરણ જોવા જઈએ તો મહાત્મા ગાંધી પછી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ ઉપવાસ ની શક્તિ નું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. યુવાની કાળથી ચાલી આવતી શક્તિ ની આરાધનામાં ઉપવાસ નો ક્રમ તેમણે વિશ્વની મહાસત્તા અમેરિકા માં જઈને પણ જાળવી રાખ્યો તથા ઉપવાસ નું મહત્વ અને શક્તિ નો પરિચય આપ્યો.

શક્તિ ની ભક્તિ કરે ભારત....

આપ સૌનો,
નીલેશ રાજગોર


राष्ट्रभक्ति से प्रेरित प्रधानमंत्री श्री नरेन्द्र मोदीजी के “स्वच्छ भारत” अभियान एवं पूज्य महात्मा गाँधी के सपने का स्वच्छ भारत बनाने हेतु आओ हम सब शपथ ले की,

“मैं स्वयं स्वच्छता के प्रति सजग रहूंगा और उसके लिए समय दूंगा. हर वर्ष सौ घंटे, यानी हर सप्ताह दो घंटे श्रमदान करके स्वच्छता के इस संकल्प को पूरा करूंगा. मैं न गंदगी करूंगा, न किसी और को करने दूंगा. सबसे पहले मैं स्वयं, अपने परिवार से, अपने मोहल्ले से, अपने गांव से और अपने कार्यस्थल से इसकी शुरुआत करूंगा. मैं यह मानता हूं कि दुनिया के जो भी देश स्वच्छ दिखते हैं, उसका कारण यह है कि वहां के नागरिक गंदगी नहीं करते और न ही होने देते हैं. इस विचार के साथ मैं गांव-गांव और गली-गली स्वच्छ भारत मिशन का प्रचार करूंगा. मैं आज जो शपथ ले रहा हूं, वह अन्य सौ व्यक्तियों से भी करवाऊंगा. वे भी मेरी तरह सफाई के लिए सौ घंटे दें, इसके लिए प्रयास करूंगा. मुझे मालूम है कि सफाई की तरफ बढ़ाया गया एक कदम पूरे भारत को स्वच्छ बनाने में मदद करेगा.”

- निलेश राजगोर
प्रदेश कन्वीनर:प्रशिक्षण सेल, BJYM गुजरात
अध्यक्ष:- आर्याव्रत निर्माण
www.nileshrajgor.com
www.aryavratnirman.com


Wednesday, 1 October 2014

આજે “શક્તિ ની ભક્તિ” આરાધના પર્વનો સાતમો દિવસ છે. આજે માતા કાલરાત્રી નો દિવસ ગણાય છે.

આજે ક્રાંતિકારી સંત અને સદૈવ હિંદુધર્મ ની ચિંતા કરતા મારા પ્રેરણા સ્ત્રોત પરમ પૂજ્ય સ્વામી નિજાનંદજી જોડે “મહાકાલી માતા” વિષે ચર્ચા થઇ અને ખુબ જ ગહન રહસ્ય જાણવા મળ્યું તથા આપણી ભારતીય સંસ્કૃતિ અને હિંદુધર્મ વિષે પ્રચંડ અહોભાવ પ્રગટ થયો કે વિજ્ઞાન જે વસ્તુ હવે જાણે છે તે આપણે હજારો વર્ષો પેહલા સ્થાપિત કરેલી છે. 

“મિત્રો, ભારતીય આર્ય સભ્યતા એ વાતથી બિલકુલ વિદિત હતી કે બ્રમ્હાંડ માં જે દેખાય છે તે બ્રમ્હાંડ અલ્પ માત્રા નું જ બનેલું છે. જે પદાર્થ સ્વરૂપે છે એનો પણ હજુ સુધી પત્તો નથી. તો પદાર્થનો નિયંતા કાળ છે.

પરંતુ કાળ પણ જો પ્રવાહિત છે તો બાકીનું બ્રમ્હાંડ શેનું બનેલું છે?-

અગમ અને અગોચર બ્રમ્હાંડ વિષે વિશ્વના વર્તમાન વૈજ્ઞાનિકો એ અનુમાન કર્યું કે ૭૦% થી વધુ બ્રમ્હાંડ જે તત્વનું બનેલું છે અને છતાય ખાલી-ખમ જણાય છે જે “Dark Energy” છે.

મિત્રો, જાણો છો, આ “Dark Energy” એજ આર્યપ્રજા એ સ્થાપિત કરેલી મહાકાલી”
- સ્વામી નિજાનંદ.

શક્તિ ની ભક્તિ કરે ભારત....

આપ સૌનો
નીલેશ રાજગોર