મિત્રો,
આજે શક્તિ ની ભક્તિ નો બીજો દિવસ છે.
ખરેખર શક્તિ ની સાચી ઉપાસના કોણે કરી કહેવાય તેનું એક ઉદાહરણ હું આપ સમક્ષ મૂકી આપ સૌને શક્તિ ની સાચી ઉપાસના કરી સમર્થ અને શક્તિશાળી ભારત બનાવવા નમ્ર વિનંતી કરું છુ.
આપ સૌ જાણો છો તેમ ISIS ના આતંકવાદીઓ એ બાળકો-સ્ત્રીઓ અને નિર્દોષ લોકોને જાહેરમાં ક્રુરતાપૂર્વક હત્યાઓ કરી જે દેહશત ફેલાવી છે તેનાથી ભયભીત થઇ થોડા દિવસો પેહલા જ ઈરાક ની આસપાસ રેહતા ૨૫૦૦૦ થી વધુ લોકો જેઓ ખ્રિસ્તીઓના જુના વંશજ છે તેઓ આતંકવાદીઓથી ભયભીત થઇ સ્ત્રી-પુરુષો અને બાળકો સહિત પહાડ પર ચડી ગયા અને ભૂખ તરસ થી ટળવળતા આ લોકોને આતંકીઓએ ઘેરી લીધા. એ લોકો ડી-હાઇડ્રેશન નો ભોગ બન્યા. ત્રણ દિવસ થયા પણ કોઈ મદદે ના આવ્યું ત્યારે છેવટે “વિશ્વેન્દ્ર” (અમેરિકા) મેદાનમાં આવ્યું. એના વિમાનોએ આતંકીઓને બોમ્બમારો કરીને દુર ધકેલ્યા અને લગેજ વિમાનો દ્વારા પાણીના પાઉચ, ફૂડ-પેકેટ વગેરે નાખ્યા.
માનવતાના આક્રંદ ને જે દરિયાપાર પણ સાંભળી શકે એ હ્યુમન-રાઈટ્સ ની વાત કરી શકે.
મિત્રો, ઈ.સ. ૧૯૯૦ માં કાશ્મીરમાં રાતે ૮ વાગે બધા એકસામટા લાઉડસ્પીકરો ગાજી ઉઠ્યા. ૧૨ કલાકમાં કાશ્મીર ના બધા પંડિતોને કાશ્મીર છોડી દેવાની ખુલ્લેઆમ ધમકી અપાઈ અને હજારો વર્ષોથી વસવાટ કરતા કાશ્મીરી પંડિતોને રાતો-રાત કાશ્મીરમાં ભયંકર અપમાનો કરીને કાઢી મુકવામાં આવ્યા પણ કોઈ કશુજ ના બોલ્યું, જાણો છો કેમ? – અમેરિકા ની અડધી શક્તિ પણ આપણે નથી ધરાવતા.
સમુદ્રપાર ની વાત તો દુર રહી, સરહદપાર ની વાત દુર રહી પણ પોતાના જ રાજ્યમાં બેદખલ થયેલ, અપમાનિત થયેલ કાશ્મીરી પંડિતોને આપણે બચાવી ન શક્યા. દિલ્હી ના શાશકો નિરાધાર થઇ કાશ્મીરી પંડિતોને દયા-દ્રષ્ટિ થી જોતા રહ્યા.
મિત્રો, આ બંને ઉપરોક્ત ઘટનાઓ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે શક્તિ ની સાચી ભક્તિ કોણે કરી? – અમેરિકાએ કે ભારતે ??? બેશક અમેરિકાએ જ કરી કહેવાય.
પરંતુ સમય જતા આજે એ જ દિલ્હી ની ગાદી પર એક શક્તિ-ઉપાસક શાશક આવ્યો અને એણે શાશન સંભાળતાની સાથે જ પહેલી હાકલ કરી કે કાશ્મીરી પંડિતોને કાશ્મીર માં જ વસાવવામાં આવશે.
જાણો છો આ શાશક (નરેન્દ્ર મોદી) યુવાની કાળથી જ નવરાત્રીના નવે-નવ દિવસ નકરોડા ઉપવાસનું અનુષ્ઠાન કરે છે. જે અનુષ્ઠિત છે એ જ શક્તિશાળી છે. ભારતનો શક્તિ-ઉદય કાશ્મીરી પંડિતોના વસવાટ સાથે નિશ્ચિત થવાનો છે.
શક્તિ ની ભક્તિ કરે ભારત....
- આપ સૌનો , નીલેશ રાજગોર
પ્રદેશ કન્વીનર:પ્રશિક્ષણ સેલ, ભારતીય જનતા યુવા મોરચો ગુજરાત.
www.nileshrajgor.com
No comments:
Post a Comment