Wednesday, 17 September 2014












પ્રિય મિત્રો,
નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે આર્યાવ્રત નિર્માણ અને ધનાસરા ગામ દ્રારા કોટડીયા વીર ધનાસરા ખાતે "નરેન્દ્ર પીંપળવન" બનાવાયું.
પર્યાવરણ બચાવોની ઝુંબેશ ચલાવતા આર્યાવ્રત નિર્માણ ટ્રસ્ટ દ્રારા આજરોજ સરસ્વતી તાલુકાના ધનાસરા ગામના સહયોગ થી કોટડીયાવીર મંદિર ધનાસરા ખાતે ૬૪ પીંપળા +૧૧૮ અન્ય વ્રુક્ષો=૧૮૨ વ્રુક્ષોનું વાવેતર કરી "નરેન્દ્ર પીંપળ વન" બનાવી ભારતના પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રમોદીનો ૬૪મો જન્મ્દિવસ ઉજવાયો હતો.
આ કાર્યક્રમ માં ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાના પ્રદેશ મહામંત્રી શ્રી લાલુભાઈ પટેલ, જીલ્લાના વન અધિકારી શ્રી મકવાણા સાહેબ, ગુજરાત NSS ના અધિકારી શ્રી ડૉ. જે.ડી.ડામોર, જીલ્લા પંચાયત સદ્સ્ય અને ચેરમેન શ્રી સોવનજી ઠાકોર, જીલ્લા ભાજપના અગ્રણી શ્રી ગોપાલજી ઠાકોર, M.S.W ના પ્રોફેસર ડૉ. રોશન અગ્રવાલ, A.C.F.O શ્રી રાવલ સાહેબ, ભાજપના શ્રી ગોરધનભાઈ શીરવાડીયા, બ્રહમ સમાજના અગ્રણી અને ધનાસરાના વતની શ્રી જગન્નાથભાઈ જોષી, આશારામભાઈ જોષી, હરિભાઈ જોષી તથા આર્યાવ્રત નિર્માણ અને ગામના સૌ અગ્રણીઓ ઉપસ્તિથ રહ્યા હતા અને સૌએ એક-એક વ્રુક્ષ વાવી પર્યાવરણ બચાવોની ઝુંબેશમાં યોગદાન આપી નરેન્દ્રભાઈ ના જન્મદિવસની ઉજવણી માં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

જીલ્લા પંચાયતના સદસ્ય શ્રી સોવનજી ઠાકોરે પણ સૌ મહાનુભાવો ની હાજરીમાં પોતાની સરીયદ જીલ્લા પંચાયત સીટના ૨૦ ગામોમાં ૧૦૮-૧૦૮ પીંપળા વાવી પીંપળ વનો ઉભા કરાવવાનો સંકલ્પ કર્યો હતો.
કોટડીયા વીર મંદિર અને ધનાસરા ગામના સૌ ભૂદેવોએ "નરેન્દ્ર પીંપળ વન" ને ઉછેરવાની જવાબદારી લીધી હતી અને કહ્યું હતું કે વ્રુક્ષોમાં પીંપળો એ ભગવાનનું સ્વરૂપ છે અને સૌ લોકોએ વધુમાં વધુ પીંપળા વાવી આ પુણ્ય કાર્યનો લાભ લેવો જોઈએ અને પર્યાવરણ બચાવી ભાવી પેઢીને ઉપયોગી થવું જોઈએ.
અંતમાં આર્યાવ્રત નિર્માણ ટ્રસ્ટના પ્રમુખશ્રી નીલેશ રાજગોર દ્દારા દરેક મહાનુભાવો અને ગામના અગ્રણીઓને પુસ્તક આપી નરેન્દ્રભાઈના ૬૪માં જન્મદિવસની ઉજવણી પર્યાવરણમાં યોગદાન આપી ઉજવવા બદલ આભાર માનવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે ;
આપણા બાપ -દાદાઓએ આપણને પૃથ્વી સલામત રીતે ભેટ આપી છે તો આપણે પણ આપણી ભાવી પેઢીને આ પૃથ્વી સલામત રીતે ભેટ આપીએ...
ખુબ જ કર્મઠ તથા ચંદ્રગુપ્ત અને ચાણકયનો સમન્વય ધરાવતા ભારતના [પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ ના ૬૪માં જન્મ્દિવસ ના દિવસે ઈશ્વર તેમને દીર્ઘાયુ અર્પે અને તેઓ ભારતમાતા અને વિશ્વના કલ્યાણમાં સતત કાર્યશીલ રહે તેવી પ્રભુ પ્રાર્થના સાથે
આપ સૌનો નીલેશ રાજગોર
પ્રદેશ કન્વીનર: પ્રશિક્ષણ સેલ ગુજરાત યુવા ભાજપ

No comments:

Post a Comment