મિત્રો,
આજે શક્તિની ભક્તિ પર્વનો ત્રીજો દિવસ છે.
આજે હું આપ સમક્ષ "ઉપવાસ" અને "શક્તિની સાચી ઉપાસના" ની તાકાત કેટલી હોઈ શકે તે નીચેની બે તસ્વીર દ્રારા જણાવવાનો પ્રયત્ન કરું છું.
પ્રથમ તસ્વીરમાં નરેન્દ્રભાઈ વર્ષો પહેલા અમેરિકા ગયા હતા ત્યારની છે જેમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે તેમણે એક સામાન્ય માણસ તરીકે ગોરા અમેરિકન ની બાજુમાં ઉભા રહી ફોટો પડાવ્યો હતો.
બીજી તસ્વીરમાં નરેન્દ્રભાઈ ભારતના પ્રધાનમંત્રી તરીકે અમેરિકા ના આમંત્રણથી અમેરિકા ગયા છે અને તેમને મળવા માટે અમેરિકાનો પડાપડી કરી રહ્યા છે.
મિત્રો, આમાં સમજવાની વાત એ છે કે નરેન્દ્રભાઈ વર્ષો પહેલા અમેરિકા ગયા હતા ત્યારે પણ ઉપવાસ અને શક્તિ ની સાચી ભક્તિ કરતા હતા અને આજે પણ નરેન્દ્રભાઈ નવરાત્રીમાં નકરોડા ઉપવાસ કરી શક્તિ ની સાચી ઉપાસના કરે છે. ઉપવાસ અને શક્તિ ની સાચી ભક્તિ ની તાકાત શું હોઈ શકે તે આપણે નરેન્દ્રભાઈની ઉપરોક્ત બંને તસ્વીરો દ્વારા સમજી શકીએ છીએ.
એટલે કે માણસ સંકલ્પ બદ્ધ અને અનુષ્ઠિત હોય તો તે દરેક ક્ષેત્રોમાં અનોખી સિદ્ધી મેળવી શકે છે. આ જ નરેન્દ્રભાઈ ને અમેરિકા VISA આપવા પણ તૈયાર નહોતું તેણે નરેન્દ્રભાઈ ને ઉમળકાભેર આમંત્રણ આપી ભવ્ય સ્વાગત કર્યું છે અને આ શક્તિ ના સાચા ઉપાસક નરેન્દ્રભાઈ અનેક પડકારો ની વચ્ચે રાત-દિવસ મેહનત કરી પોતાની માતૃભૂમિ માટે શ્રેષ્ઠ યોગદાન આપી વિશ્વને પણ “વસુધૈવ કુટુમ્બકમ” ની ભાવના દ્વારા શાંતિમય બનાવવા પોતાનું યોગદાન આપી રહ્યા છે.
શક્તિ ની ભક્તિ ના ત્રીજા દિવસે નરેન્દ્રભાઈ ના શ્રેષ્ઠ ઉદાહરણ દ્વારા આપ સૌને આહવાન કરું છુ કે આપણે પણ શક્તિ ની સાચી ભક્તિ કરી વિજ્ઞાન, અધ્યાત્મ, રમત-ગમત, અર્થશાસ્ત્ર વગેરે પોત-પોતાના ક્ષેત્રોમાં શક્તિશાળી બની દેશ માટે પોતાનું યોગદાન આપીએ.
શક્તિ ની ભક્તિ કરે ભારત...
- આપ સૌનો, નીલેશ રાજગોર,