Monday, 7 April 2014

પ્રિય મિત્રો, 
રામનવમીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ....
       
              આજના આ પવિત્ર દિવસે આપ સૌ ગંભીરતાથી વિચારજો કે વિશ્વની સૌથી વધુ ભૌગોલિક સમૃદ્ધી ધરાવતા હોવા છતાં આ દેશના ૪૦ % થી વધુ લોકો ગરીબી રેખા નીચે જીવે છે, નારી શક્તિની પૂજા કરનારા આ દેશના પાટનગરમાં અને અનેક જગ્યાએ બહેન દીકરીઓના બળાત્કાર એ સામાન્ય બની ગયું છે, અબજો રૂપિયાના કૌભાંડો આ દેશના બેશરમ નાલાયક નેતાઓ રૂઆબભેર રોજેરોજ કરી રહ્યા છે, નિર્દોષ નાગરીકો તો આંતકવાદીઓના ભોગ બને જ છે પરંતુ સૈનિકોની માથા વગરની લાશો આવે છે, આઝાદી પછી ભારતના પ્રદેશો ખોવા સિવાય કશું કર્યું નથી અને અખંડ ભારતના ગાણા ગવાય છે, શિક્ષણ, રમત - ગમત વગેરે ક્ષેત્રે તટસ્થ પ્રોત્સાહન અને ન્યાય ન અપાતા યુવાધન વિદેશગમન કરી રહ્યું છે. ટૂંકમાં આ બધાજ પ્રશ્નોના મૂળમાં આપણી માનસિક ગુલામી છે, કેમ કે આપણે સત્ય માટે અવાજ ઉઠાવી શકતા નથી અને માત્ર દેખાવો કરી પરિણામ સુધી પહોચતા નથી. ભગવાને આપણને ખુબ શક્તિઓ આપી છે જરૂર છે માત્ર દ્રઢ સંકલ્પની તો આઓ આજના દિવસે ભગવાન રામને પ્રાર્થના કરીએ કે આપણે સહુ બધા વાદોથી પર રહી સાચા અને નીડર રાષ્ટ્રવાદી બનીએ.... 
- નીલેશ રાજગોરના જય શ્રી રામ...

No comments:

Post a Comment