Wednesday, 30 April 2014

       
  પ્રિય મિત્રો,
આજે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવાતાર ભગવાન પરશુરામની જન્મ જયંતી છે.
.............................સૌ મિત્રોને જય પરશુરામ............................
ભગવાન પરશુરામની જન્મજયંતી એટલે કે અખાત્રીજ, આજના દિવસે ખેડૂતો હળોતરા કરી ખેતીનું મુહુર્ત કરે છે અને બધા જ પવિત્ર કર્યો માટે આજનો દિવસ શુભ મનાય છે.
ભગવાન પરશુરામ એટલે ખેતીના જનક અને અન્યાયનો સામનો કરી ન્યાયની પ્રતિષ્ઠા પ્રસ્થાપિત કરવાનું પ્રતિક. પરશુરામ એ વિચારધારા છે કે જે આજે પણ જીવંત છે. કોઈ પણ કુશાસન સામે પ્રજા અવાજને બળવોત્તર બનાવી, સુશાસન સ્થાપિત કરી અને સત્તાથી પરે રહી સિદ્ધાંતોને પુનઃ સ્થાપિત કરવા એટલે પરશુરામનું પૂજન કરવું.
આજના આ પવિત્ર દિવસે ચાલો આપણે સૌ સંકલ્પ કરીએ કે ભગવાન પરશુરામની વિચારધારને અનુસરીશું અને દેશમાં અન્યાય અને અસત્યને દુર કરી સત્યની પ્રતિષ્ઠા પ્રસ્થાપિત કરવા પ્રયત્નશીલ બની ભગવાન પરશુરામનું સાચું પૂજન કરીશું....... 
- નીલેશ રાજગોર ના સૌને જય પરશુરામ.


No comments:

Post a Comment