Sunday, 23 March 2014


પ્રિય મિત્રો,

આજે ૨૩ માર્ચે શહીદવીર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ ભારતમાતા ની આઝાદી માટે શહીદ થયા હતા જેમની યાદમાં પાટણમાં શહીદદિન ની ઉજવણી કરવામાં આવી.

આર્યાવ્રત નિર્માણ, લાયન્સ ક્લબ અને પત્રકાર મિત્ર-મંડળ પાટણ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાંશહીદોને પુષ્પાંજલિ, દીપ પ્રગટાવી, દેશભક્તિ ના ગીતો, પક્ષીઓ માટે ૫૦૧ પાણીની પરબડીઓ નું વિતરણ, મશાલ રેલી અને ૧૮૫૭ની ક્રાંતિમાં પાટણના શહીદવીર મગનલાલ વાણીયા ની ખાંભી નું ફુલહારથી સન્માન વગેરે કરી શહીદવીર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ ને વિરાંજલી અર્પિત કરવામાં આવી.

આવો આપણે સૌ આજના પવિત્ર દિવસે સંકલ્પ કરીએ કે આ ત્રણે શહીદવીરો અને લાખો ક્રાંતિકારીઓ ના બલિદાન થી મળેલી આ આઝાદીને સાચવીશું અને ભારતમાતા નું સ્વાભિમાન જળવાઈ રહે તે માટે જીવન જીવીશું.

માત્ર મતદાતા ન બની રહેતા નાગરિકધર્મ ને સમજી તેનું પાલન કરીશું અને મિથ્યાભિમાન ને બદલે સ્વાભિમાની બની સાચા રાષ્ટ્રવાદી બનીએ અને વિશ્વ સમક્ષ ભારત ને સાચા અર્થમાં સમૃધ્ધ, સક્ષમ, પ્રમાણિક અને શક્તિશાળી બનાવવામાં પાયાની ઈંટ બની દેશહિત નું કામ કરીએ .

"વતન કી ખાતિર જીને કી ચાહત હૈ મુજમે,
લેકિન વક્ત કે તકાજે મેં મરના ભી જાનતા હું "

-આપ સૌનો
નીલેશ રાજગોર

No comments:

Post a Comment