Wednesday, 12 December 2012

12-12-12 નું કડવું અને નગ્ન સત્ય ...


પ્રિય મિત્રો, આજે 12-12-2012 નો ઐતહાસિક દિવસ છે અને હાલ ની ભારતની સાંપ્રત પરિસ્થિતિ જોતા ખુબ દુઃખી થઇ ને પણ આપ સમક્ષ મેં સાચી વાત મુકવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ સાથે ચોક્કસ વિશ્વાસ પણ રાખું છું કે સાચા દેશભક્ત લોકો આગળ આવશે અને કંઈક કરશે ...

જાપાન, જર્મની, ઈઝરાયેલ, ઇટાલી જેવા નાના દેશો પણ વિશ્વમાં આગેવાન અને આપણો દેશ વિદેશીઓ માટે બજાર સિવાય કંઈ નથી ... આપણી ઈમેજ કાચા માલ ના પ્રોડક્ટરની છે ... કારણ માત્ર દંભી અને ખોખલી લોકશાહી જે ભારત ને ઉધઈ ની જેમ કોતરી રહી છે. આપણે સૌ જાણીએ છીએ ભારત જેટલી ભૌગોલિક સમૃદ્ધિ (પહાડો,જંગલો , દરિયા કિનારો, ફળદ્રુપ જમીન, ખનીજો, વિ.) વિશ્વના બીજા કોઈ દેશ પાસે નથી ... છતાં આપણી શું સ્થિતિ? અમેરિકા નો કોઈ પણ નાગરિક વિશ્વમાં ગમેત્યાં ફરી શકે અને ભૂલ થી પણ ઉની આંચ આવે તો અમેરિકા જેતે જવાબદાર દેશ ને તહસ નહસ કરી શકે તેટલું શક્તિશાળી (સલામ છે અમેરિકાને) અને આપણા નિર્દોષ નાગરીકો પોતાના જ દેશમાં બેમોત માર્યા જાય છે ... કેટલી કરુણતા અને લાચારી ... કારણ માત્ર પ્રજાની ઉદાસીનતા, ધાર્મિક બ્લુ પ્રિન્ટ માં ખામી , મીસ મેનેજમેન્ટ એટલેકે માત્ર વ્યક્તિવાદ , ભ્રષ્ટાચાર, અને દેશના ગૌરવની તેમજ દેશ દાઝની ખામી. શું આવું ચાલવા દેવાય ખરું ? આવો આપણે આ બધાયનું મૂળ લંગડાતી લોકશાહીને ઉખેડી ફેંકીએ અને સવાઈ લોકશાહી (Super Democracy) દ્વારા સવાઈ ભારતનું નિર્માણ કરીએ ...
સવાઈ ભારત નું નિર્માણ કરવા આપ સૌ મિત્રો ને નીચેના facebook page માં જોડાવા અને આપના રાષ્ટ્રવાદી વિચારો જણાવવા અનુરોધ છે ...                            http://www.facebook.com/sawai.bharat


                                                                                                                -- આપ સૌનો નીલેશ રાજગોર

No comments:

Post a Comment