મિત્રો, આજે દિવ્યભાસ્કરમાં રજુ થયેલ અંક "ચીને અરુણાચલ પ્રદેશ, અક્સાઈ ચીનને પોતાનો ભાગ ગણાવ્યો" પર શું ભ્રષ્ટાચારમાં વ્યસ્ત આપણા રાજનેતાઓ ગંભીરતા થી નોધ લેશે?
50 વર્ષ ના શરમજનક ઈતિહાસ માંથી ભારત ચીન સામે શું ફરીથી ભૂલ દોહરાવશે?
2008માં ભારતીય લશ્કરે સ્પેશ્યલ માઉન્ટેન ફોર્સ ના ગઠન માંટે સુચન કર્યું હતું. એ વખતે ચૂંટણી નું વર્ષ કહી પ્રસ્તાવને ટાળી દેવામાં આવ્યો અને 2009માં મનમોહનસિંહ બીજી ટર્મ માટે વડાપ્રધાન બન્યા ત્યારે સ્પેશ્યલ માઉન્ટેન ફોર્સ ના ગઠન માંટે રૂ। 60,000 કરોડનું જેટલો ખર્ચ થતો હોઈ વિકાસના કામો ને પ્રાધાન્ય આપવાના નામે લશ્કર ના પ્રસ્તાવને ટાળી દેવાયો. શું આ દેશ માટે 1,86,000 કરોડ જેવા અનેક કૌભાંડો થઇ શકે અને ભારતની રક્ષા માટે, પ્રજા ના સન્માન માટે ચીન જેવા ભયંકર શક્તિશાળી દેશ સામે લડવા માટે લશ્કર માટે 60,000 કરોડ જેટલું બજેટ નથી??? આ વાત ની આપ સૌ ચિંતા કરજો અને પત્ર લખી વડાપ્રધાન તથા રાષ્ટ્રપતિને જાણ કરજો નહીંતર ભાવી પેઢી આપણને માફ નહીં કરે... દેશ ની સુરક્ષાની ચિંતા ખુબ જ જરૂરી છે...
--આપનો નીલેશ રાજગોર
No comments:
Post a Comment