પ્રિય મિત્રો, આજે શક્તિ ની ભક્તિ નો ત્રીજો દિવસ છે, ત્યારે આપણે સૌને ખરેખર શક્તિ ની સાચી ઉપાસના કરવાની જરૂર છે તેની પ્રેરણા સ્વામી નિજાનંદ દ્વારા મુકાયેલ નકશો અને તેમને મુકેલ ચીને પચાવી પાડેલ ભારતીય પ્રદેશ નો વાસ્તવિક ચિતાર ઘણું બધું કહી જાય છે. શું આપને નથી લાગતું કે વિશ્વ ની બીજા નંબરની સૌથી વધુ વસ્તી ધરાવતો અને વિશ્વની બીજા નંબર ની
લશ્કરી તાકાત
(17.5 Lacs) ધરાવતો આ દેશ આઝાદ થયો ત્યારથી ભારતીય પ્રદેશો ગુમાવ્યા સીવાય કઈ કર્યું છે ખરું???
જો કે એના માટે આપણું સૈન્ય શક્તિ જવાબદાર નથી કારણ કે નિર્ણયો તો રાજનેતાઓ એ જ કરવાના હોય છે. તો આપણે સૌએ અને હાકોટા અને પાકોટા કરતા બોદા રાજનેતાઓએ વાસ્તવિકતા સ્વીકારી આ દેશને સાચા અર્થ માં શક્તિ ની ભક્તિ તરફ વાળવો જોઈએ અને શક્તિ ની ભક્તિ એટલે ઇઝરાયેલ (વિશ્વનો ગુજરાત થી પણ નાનો અને અનેક દુશ્મન દેશો થી ઘેરાયેલો દેશ) જે આપણને ઘણી બધી પ્રેરણા આપી જાય છે...
હજુ કાલે નવો સંદેશ આપવાનો હોવાથી શક્તિ ની ભક્તિ ના પર્વ ના આ ત્રીજા દિવસે આદ્યશક્તિ જગતજનની જગદંબા આપણને
સૌને સાચી ભક્તિ, શક્તિ અને દિશા આપે કે આપણે આપણા દેશને વિશ્વ માં એક સન્માનજનક અને આગવું સ્થાન અપાવી શકીએ એવી પ્રાથના સાથે આપ સૌને જય અંબે...
No comments:
Post a Comment