Thursday, 18 October 2012

શક્તિની ભક્તિ કરે ભારત... part-2



પ્રિય મિત્રો, આજે શક્તિ ની ભક્તિ નો ત્રીજો દિવસ છે, ત્યારે આપણે સૌને ખરેખર શક્તિ ની સાચી ઉપાસના કરવાની જરૂર છે તેની પ્રેરણા સ્વામી નિજાનંદ દ્વારા મુકાયેલ નકશો અને તેમને મુકેલ ચીને પચાવી પાડેલ ભારતીય પ્રદેશ નો વાસ્તવિક ચિતાર ઘણું બધું કહી જાય છે. શું આપને નથી લાગતું કે વિશ્વ ની બીજા નંબરની સૌથી વધુ વસ્તી ધરાવતો અને વિશ્વની બીજા નંબર ની  લશ્કરી તાકાત (17.5 Lacs) ધરાવતો આ દેશ આઝાદ થયો ત્યારથી ભારતીય પ્રદેશો ગુમાવ્યા સીવાય કઈ કર્યું છે ખરું??? જો કે એના માટે આપણું સૈન્ય શક્તિ જવાબદાર નથી કારણ કે નિર્ણયો તો રાજનેતાઓ એ જ કરવાના હોય છે. તો આપણે સૌએ અને હાકોટા અને પાકોટા કરતા બોદા રાજનેતાઓએ વાસ્તવિકતા સ્વીકારી આ દેશને સાચા અર્થ માં શક્તિ ની ભક્તિ તરફ વાળવો જોઈએ અને શક્તિ ની ભક્તિ એટલે ઇઝરાયેલ (વિશ્વનો ગુજરાત થી પણ નાનો અને અનેક દુશ્મન દેશો થી ઘેરાયેલો દેશ) જે આપણને ઘણી બધી પ્રેરણા આપી જાય છે...

હજુ કાલે નવો સંદેશ આપવાનો હોવાથી શક્તિ ની ભક્તિ ના પર્વ ના આ ત્રીજા દિવસે આદ્યશક્તિ જગતજનની જગદંબા આપણને  સૌને સાચી ભક્તિ, શક્તિ અને દિશા આપે કે આપણે આપણા દેશને વિશ્વ માં એક સન્માનજનક અને આગવું સ્થાન અપાવી શકીએ એવી પ્રાથના સાથે આપ સૌને જય અંબે...                          

Tuesday, 16 October 2012

શક્તિ ની ભક્તિ કરે ભારત...Part-1



પ્રિય મિત્રો, આજથી શક્તિ ની ભક્તિ નું પર્વ નવરાત્રી શરુ થઇ ગઈ છે ત્યારે પૂજ્ય સ્વામી નીજાનન્દજી ના Facebook માં મુકેલ આ પાકિસ્તાને પચાવી પાડેલ ભારત નું માથું અને તેમની કોમેન્ટ વાંચી મને ઉચિત લાગ્યું કે હૂં તેમની ભારત માતા માટે ની ચિંતા આપ લોકો સુધી પહોંચાડું... જેની આપ સૌ ગંભીરતાથી નોધ લેશો...

મિત્રો તમને નથી લાગતું કે આપણે શક્તિ ની સાચી સાધના કરવી જોઈએ જેનાથી આપણી માતૃભુમી, બહેન, દીકરી અને ધર્મ
 ની રક્ષા કરી શકીએ તેટલી તાકાત ભારત ના યુવાનો માં હોય... સ્વામીજી દ્વારા કરાયેલ કોમેન્ટ દ્વારા મને લાગે છે કે આપણે સ્વાભિમાની બનવું જોઈએ નહિ કે મિથ્યાભિમાની...

ભારત નું શીષ બચાવી શક્યા કે પાછું મેળવી શક્યા નથી ત્યારે આપણે સૌએ શક્તિની સાચી સાધના કરી ખરેખર શક્તિશાળી સમાજ ની રચના કરવી જ રહી નહીતર ગંભીર પરિણામો ભાવી પેઢીએ ભોગવવા જ રહ્યા...

માં જગદંબા મને, તમને અને આ દેશ ના દિશાહીન તમામ રાજનેતાઓ ને સાચી દ્રષ્ટિ, ભક્તિ અને શક્તિ અર્પે તેવી પ્રાર્થના સહ
-- આપનો નીલેશ રાજગોર...
 



Monday, 15 October 2012

प्रखर राष्ट्रवादी, पूर्व राष्ट्रपतिजी एवम आधुनिक भारत के महान वैज्ञानिक महर्षि श्री डॉ. ए. पी. जे. अब्दुल कलाम को उनके ८१ वे जन्मदिन पर हार्दिक शुभकामनाए...


प्रखर राष्ट्रवादी, पूर्व राष्ट्रपतिजी एवम आधुनिक भारत के महान वैज्ञानिक महर्षि श्री डॉ. ए. पी. जे. अब्दुल कलाम को उनके ८१ वे जन्मदिन पर हार्दिक शुभकामनाए...
श्री डॉ. ए. पी. जे. अब्दुल कलाम  ने भारत को अणु टेक्नोलोजी और बेलेस्टिक मिसाइल डेवलपमेन्ट द्वारा विश्व में सन्मान दिलाया है और जो "Missile Man of India" से जाने जाते है और नात, जात और धर्म से ऊपर उठके भारत में रहने वाला  हर भारत वासी पहले सच्चा भारतीय है और  अपने देश के लिए क्या कर शकता है उसकी मिसाल इस महान वैज्ञानिक ने रात-दिन अपने देश के लिए कार्यरत रहके कायम की है ऐसे महान वैज्ञानिक को कोटी कोटी वंदन और भगवान् उनको दीर्धायु दे ऐसी शुभकामना...

आओ हम सब युवा इनसे प्रेरणा ले और देश के लिए जीना सीखे... 
इनकी बायोग्राफी "Wings of Fire" सभी भाषाओं में मिलती है उसे जरुर पढ़े...

Happy World Student Day...