Saturday, 1 October 2016

'' શક્તિ કી ભક્તિ કરે ભારત "

POK में सर्जिकल स्ट्राइक शक्ति की भक्ति का श्रेष्ठ उदहारण

શક્તિ ની આરાધના નું પર્વ નવરાત્રી ના પ્રથમ દિવસે ખુબજ આનંદ અને ગૌરવ સાથે થોડાક વિચારો આપ સૌ સમક્ષ મૂકી રહ્યો છું કે જે મારા પ્રેરણાસ્ત્રોત અને ક્રાંતિકારી સંત પૂજ્ય સ્વામી નિજાનંદજી ની દેશ માટેની ચિંતા અને ચિંતન દ્વારા પ્રરાઈ મેં '' શક્તિ કી ભક્તિ કરે ભારત " વિષય ને લઇ ૨૦૧૩ થી આપ સમક્ષ ભારત શક્તિશાળી બને તે સંદર્ભે લખવાનું શરુ કર્યું હતું. જે આજે તાજેતરમાં POK માં સર્જીકલ સ્ટ્રાઇક દ્વારા ૩૮ આતંકવાદીઓ અને ૭ કેમ્પ નો ખાત્મો બોલાવી ભારત ને ગૌરવ મળ્યું છે તે વિષય પર લખવાનું થયું છે.

મિત્રો, આપ સૌ જાણો છો તેમ ભારત સરકાર અને ભારતની સેના એ પાકિસ્તાન ને સર્જીકલ સ્ટ્રાઇક દ્વારા ભારતની શક્તિ નો પરચો બતાવી પાકિસ્તાનને તેની ઔકાત દેખાડી છે અને ઊરી માં શહીદ થયેલ ૧૮ જવાનો નો બદલો લઇ વિશ્વ સમક્ષ ભારતને આપણી શક્તિનું ગૌરવ અપાવ્યું છે. આજે સમગ્ર દેશની પ્રજા, દેશના જવાનો તથા શહીદ થયેલા જવાનોના કુટુંબીજનો પોતાને શક્તિશાળી ભારત દેશના નાગરિક હોવાનો ગૌરવ અનુભવી રહ્યા છે.

શક્તિ ની ભક્તિ કરે ભારત વિષય પર ચિંતન કરવાનો શરૂઆત થી જ મુખ્ય હેતુ આજ હતો કે જે દેશ નો ઈતિહાસ વિશ્વ માં અતિપ્રાચીન હોય, શક્તિ,સંસ્કાર,સાહિત્ય,સમૃદ્ધી અને વીરતા થી ભરપુર ગૌરવશાળી હોય જેણે વિશ્વ ને વેદો, ઉપનિષદ, પુરાણો, ગીતા, રામાયણ અને મહાભારત જેવા ગ્રંથો આપ્યા હોય તે દેશની પ્રજા પોતાનો ભવ્ય ઈતિહાસ ભૂલી ગુલામી અને કાયરતાના આંચળા ઓઢવા માંડે અને શક્તિ ની સાચી ભક્તિ ભૂલી શક્તિશાળી બનવા ના બદલે કાયર બની જાય તેને સાચા અર્થમાં શક્તિશાળી બનવા માટેનું આહવાન હતું.

મિત્રો, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય સેનાને શક્તિ ની સાચી ભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ બનવા બદલ જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે.

આવો આપણે સૌ આપણી માતૃભુમી,બહેન-દીકરી અને ધર્મની રક્ષા કરી શકીએ તેવા શક્તિશાળી સમાજની રચનાનો હિસ્સો બનીએ અને જગત જનની માં જગદંબા ની ભક્તિ શક્તિની સાચી સાધના દ્વારા કરીએ...

'' શક્તિ કી ભક્તિ કરે ભારત "

- આપ સૌનો નીલેશ રાજગોર
તારીખ : 01-10-2016



No comments:

Post a Comment