મિત્રો, ગઈ કાલે હું ગાંધીનગર થી પાટણ આવતો હતો ત્યારે ખેરવા, મેહસાણા પાસે મેં આ લીલાછમ લીમડા કાપીને લઈ જતું આ ટ્રેક્ટર ના ફોટો ગ્રાફ્સ પાડ્યા છે. અહીં આપની સમક્ષ આ વાત મુકવાનો મારો ઉદ્દેશ માત્ર એટલો છે કે જે દેશની પ્રજા જાગૃત ના હોય અને બધુ જ માત્ર સરકારની જવાબદારી પર ઢોળતી હોય ત્યાં આવા લીલાછમ વૃક્ષો જ નહીં પરંતુ દેશની બધી જ પ્રાકૃતિક સંપત્તિઓ કપાઈ જશે અને અમારે શું ? અને અમે શું કરી શકીએ ? એવું વિચારતી પ્રજાનો આ દેશ કંગાળ અને બેહાલ થાય તો નવાઈ જ નહીં. બિચારા સ્વામી નીગ્માનંદ ("ગંગા બચાવો આંદોલન") 67 દિવસ સુધી આમરણાંત ઉપવાસ ઉપર ઉતારી પ્રકૃતિ જતન ના પંથે શહીદ થયા, કોના માટે ? આપણા માટે, આ દેશ માટે. પણ આપણે તો માત્ર આજનું જ વિચારવાનું, કાલે ભલેને Global Warming ને લીધે આપણું અને આપણી ભાવિ પેઢી નું અસ્તિત્વ જોખમ માં મુકાય.
મિત્રો આજે પર્યાવરણ ની જાળવણી નહીં કરીએ તો આવતી કાલ આપણને માફ નહીં કરે . માટે આવો આપણે સૌ ભેગા થઈ આપણી આજુ બાજુ ના વિસ્તાર માં આપણા થી થાય એટલું પર્યાવરણ ની જાળવણી કરીએ . -નીલેશ રાજગોર
No comments:
Post a Comment