Saturday, 2 March 2013

આવો આપણે સૌ "જીવો અને જીવવા દો." સુત્રને સાર્થક કરી Ecofriendly જીવન જીવીએ...


મિત્રો, ગઈ કાલે સાંજે હું પ. પૂ. સ્વામી નિજાનંદજી ના દર્શનાર્થે ગોતરકા ગયો હતો અને ત્યાં મેં ઘણા બધા ફોટોગ્રાફ્સ લીધા અને ત્યાં ઘણાં બધા પક્ષીઓનો આનંદ કિલ્લોલ અને કલરવ સાંભળી આપણને આનંદ થાય છે. મંદિરની પાછળ જ વાડામાં બાપુ પક્ષીઓને ચણ નાખતા હોય છે, ત્યાં મેં 18-20 મોર જોયા અને ફોટોગ્રાફ્સ લીધા. પૂજ્ય બાપુએ ફોટા 12 અને 13 મોર વાળા ફોટા જોઈ મને કહ્યું કે ગુજરાતમાં સુલેમાન મલિકે 12 સિંહનો પાણી પીતો ફોટો પાડી World Record કરેલ છે અને તમે 13 ભેગા મોરનો ફોટો પાડ્યો છે. 

મિત્રો પૂજ્ય બાપુ પાસેથી મને દરેક ક્ષેત્ર નું જ્ઞાન મળી રહે છે. તેમની પાસે દુનિયાના કોઈ પણ વિષયનું જ્ઞાન સચોટ અને અર્થસભર હોય છે. તેઓ સદૈવ દેશની અને પર્યાવરણની ગંભીરતા વિષે ચર્ચા કરતા હોય છે. તેમના કેહવા મુજબ સંપૂર્ણ જગતના દરેક જીવ એક બીજાની કડી છે અને જગતમાંથી એક પણ પ્રજાતિ નાશ પામે તો માનવજાત પોતાનો એક કોષ ગુમાવી રહી છે. માનવજાતે પશુ-પક્ષી, જળચર, ભૂચર અનેક પ્રજાતિઓનું ખરેખર રક્ષણ કરવું જોઈએ અને જો તેમ કરવામાં આપણે નિષ્ફળ રહ્યા તો Ecology પ્રમાણે પ્રકૃતિ ની સાંકળ ની એક પણ કડી જો તુટશે તો માનવજગતની ભયંકર ભૂલ ગણાશે અને તેના પરિણામો ભગાવવા જ રહ્યા.

આવો આપણે સૌ "જીવો અને જીવવા દો." સુત્રને સાર્થક કરી Ecofriendly જીવન જીવીએ. -નીલેશ રાજગોર (02-03-2013)

No comments:

Post a Comment