Saturday, 1 October 2016

'' શક્તિ કી ભક્તિ કરે ભારત "

POK में सर्जिकल स्ट्राइक शक्ति की भक्ति का श्रेष्ठ उदहारण

શક્તિ ની આરાધના નું પર્વ નવરાત્રી ના પ્રથમ દિવસે ખુબજ આનંદ અને ગૌરવ સાથે થોડાક વિચારો આપ સૌ સમક્ષ મૂકી રહ્યો છું કે જે મારા પ્રેરણાસ્ત્રોત અને ક્રાંતિકારી સંત પૂજ્ય સ્વામી નિજાનંદજી ની દેશ માટેની ચિંતા અને ચિંતન દ્વારા પ્રરાઈ મેં '' શક્તિ કી ભક્તિ કરે ભારત " વિષય ને લઇ ૨૦૧૩ થી આપ સમક્ષ ભારત શક્તિશાળી બને તે સંદર્ભે લખવાનું શરુ કર્યું હતું. જે આજે તાજેતરમાં POK માં સર્જીકલ સ્ટ્રાઇક દ્વારા ૩૮ આતંકવાદીઓ અને ૭ કેમ્પ નો ખાત્મો બોલાવી ભારત ને ગૌરવ મળ્યું છે તે વિષય પર લખવાનું થયું છે.

મિત્રો, આપ સૌ જાણો છો તેમ ભારત સરકાર અને ભારતની સેના એ પાકિસ્તાન ને સર્જીકલ સ્ટ્રાઇક દ્વારા ભારતની શક્તિ નો પરચો બતાવી પાકિસ્તાનને તેની ઔકાત દેખાડી છે અને ઊરી માં શહીદ થયેલ ૧૮ જવાનો નો બદલો લઇ વિશ્વ સમક્ષ ભારતને આપણી શક્તિનું ગૌરવ અપાવ્યું છે. આજે સમગ્ર દેશની પ્રજા, દેશના જવાનો તથા શહીદ થયેલા જવાનોના કુટુંબીજનો પોતાને શક્તિશાળી ભારત દેશના નાગરિક હોવાનો ગૌરવ અનુભવી રહ્યા છે.

શક્તિ ની ભક્તિ કરે ભારત વિષય પર ચિંતન કરવાનો શરૂઆત થી જ મુખ્ય હેતુ આજ હતો કે જે દેશ નો ઈતિહાસ વિશ્વ માં અતિપ્રાચીન હોય, શક્તિ,સંસ્કાર,સાહિત્ય,સમૃદ્ધી અને વીરતા થી ભરપુર ગૌરવશાળી હોય જેણે વિશ્વ ને વેદો, ઉપનિષદ, પુરાણો, ગીતા, રામાયણ અને મહાભારત જેવા ગ્રંથો આપ્યા હોય તે દેશની પ્રજા પોતાનો ભવ્ય ઈતિહાસ ભૂલી ગુલામી અને કાયરતાના આંચળા ઓઢવા માંડે અને શક્તિ ની સાચી ભક્તિ ભૂલી શક્તિશાળી બનવા ના બદલે કાયર બની જાય તેને સાચા અર્થમાં શક્તિશાળી બનવા માટેનું આહવાન હતું.

મિત્રો, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય સેનાને શક્તિ ની સાચી ભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ બનવા બદલ જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે.

આવો આપણે સૌ આપણી માતૃભુમી,બહેન-દીકરી અને ધર્મની રક્ષા કરી શકીએ તેવા શક્તિશાળી સમાજની રચનાનો હિસ્સો બનીએ અને જગત જનની માં જગદંબા ની ભક્તિ શક્તિની સાચી સાધના દ્વારા કરીએ...

'' શક્તિ કી ભક્તિ કરે ભારત "

- આપ સૌનો નીલેશ રાજગોર
તારીખ : 01-10-2016



Saturday, 7 May 2016

પરશુરામ એક વિચારધારા છે . કોઇપણ કુસાશન સામે પ્રજા અવાજને બળવત્તર બનાવી સુશાશન સ્થાપિત કરી અને સત્તાથી પરે રહી સિદ્ધાંતોને પુનઃ સ્થાપિત કરવા એટલે પરશુરામનું પૂજન કરવું . - સ્વામી નિજાનંદ
|| वयं राष्ट्रे जागृयाम पुरोहिता ||
"વિદ્વાનો જાગશે તો રાષ્ટ્ર જાગશે"
મિત્રો, આવતીકાલે ભગવાન વિષ્ણુના છટ્ઠા અવતાર પરશુરામ ભગવાન ની જન્મજયંતી છે. સમગ્ર દેશમાં આવતીકાલે બ્રહ્મસમાજ અને ધર્મ પ્રેમી જનતા દ્વારા મહાઆરતી, પૂજન, શોભાયાત્રા વગેરે થશે અને સૌ આ જન્મજયંતી ની ઉજવણીનો સંતોષ માની લેશે
પરંતુ મારી દ્રષ્ટિએ ભગવાન પરશુરામની જન્મજયંતી ની ઉજવણી કરવી એટલે તેમની વિચારધારાને જીવંત રાખવી અને રાષ્ટ્રમાં ઉદભવેલી અનેક સમસ્યાઓ જેવી કે ભ્રષ્ટાચાર, આતંકવાદ, જાતિવાદ, મૂલ્યહીન રાજનીતિ,પર્યાવરણનું નિકંદન, ગરીબી, ભૂખમરો, મોંઘવારી, અસ્પૃશ્યતા, અસમાનતા, તૃષ્ટિકરણ, ટૂંક માં કુશાસન ની સામે અવાજ ઉઠાવી ઉખાડીને ફેંકી દેવું અને પ્રજાહિત રાષ્ટ્રના સન્માનને સ્થાપિત કરવું એટલે કે સુશાસન ની સ્થાપના કરી સનાતન ધર્મ ના સત્યના સિદ્ધાંતો ને પુનઃસ્થાપિત કરવા અને તેમાં આપણે સૌએ નીડર બની રાષ્ટ્ર્ર માટેની ભૂમિકા ભજવવી...
તો આવો આપણે સૌ રાષ્ટ્રના સળગતા પ્રશ્નો નું નિરાકરણ કરવા એક બની નેક બની બ્રહ્મતેજ ને ઉજાગર કરી પ્રજાના માર્ગદર્શક બનીએ અને ખરા અર્થમાં ભારતીય સંસ્કૃતિ અને ભારતદેશ નું સ્વમાન અને સાર્વભૌમત્વ જળવાય તે માટે
|| वयं राष्ट्रे जागृयाम पुरोहिता || એટલે કે સાચા બ્રાહ્મણ બની આગળ આવીએ અને પરશુરામ જન્મજયંતિ ની સાચી ઉજવણી કરીએ...
જય પરશુરામ
જય મહાદેવ
- આપ સૌનો નીલેશ રાજગોર
www.nileshrajgor.com

Email : nileshrajgor.om@gmail.com
Office : 112-114 Harsh Plaza, Telephone Exchange Road, Patan
Mo : 9904148159, 9427482882