પ્રિય મિત્રો,
આજે બપોરે અરવલ્લી જીલ્લાની બેઠક પૂર્ણ કરી રાજેન્દ્રનગર ચાર-રસ્તા, હિંમતનગર-શામળાજી હાઇવે પર આવેલ સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટ ની મુલાકાત લેવાનો એક અવસર પ્રાપ્ત થયો.
નંદનવન સમા આ ગોકુળિયા ગામમાં ગામની ગંદકી નથી, શહેરની સારી વસ્તુઓ (સડક, પાણી, વીજળી, વગેરે) છે. દરેક ઘરે તુલસીક્યારો છે, સાંજે સાડા સાતે રોજ આશ્રમવાસીઓ દીપ પ્રગટાવી સામુહિક જૂથ પ્રમાણે પ્રાર્થના કરે છે એવા સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સહયોગ એક ગામ કે જ્યાં કુષ્ઠ રોગીઓ ની સેવા, અનાથ બાળકો, મંદબુદ્ધી, અપંગ, બહેરા-મૂંગા અ એક ભાઈઓ-બહેનો, વડીલો અને બાળકોની સેવા થઇ રહી છે. અપંગ ગૌ-માતા અને નિરાધાર લોકોની સેવા થઇ રહી છે તેવા સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટ અને તેને જીવંત સ્વરૂપ આપનાર સેવામૂર્તિ શ્રી સુરેશભાઈ સોની ને મળી ધન્ય થયો.
મિત્રો, સુરેશભાઈ વડોદરા ની એમ.એસ. યુનિવર્સીટી ના અધ્યાપક ની નોકરી છોડી રક્તપિત ગ્રસ્ત લોકોની સેવામાં પડ્યા અને સાથે ઉપર જણાવ્યા મુજબ અનેકવિધ સેવાઓ કરી રહ્યા છે ત્યારે તેમને અને તેમના પરિવારને હું કોટી-કોટી નમન કરું છું અને આપ સૌને પણ પોત-પોતાના વિસ્તારમાં જરૂર પ્રમાણે સેવા કરવા આહવાન કરું છું.
પરમ દયાળુ પરમાત્મા આપણને સૌને સેવા કરવાની અને સેવા કરનાર સૌને સહયોગ આપવાની શક્તિ આપે તેવી પ્રાર્થના સહ,
આપ સૌનો નીલેશ રાજગોર