પ્રિય મિત્રો,
આપ સૌ જાણો છો તેમ આજે ૫ જુન વિશ્વ પર્યાવરણ દિવસ છે જેની ઉજવણી વિશ્વભરમાં થઇ રહી છે. આજના આ પર્યાવરણ દિવસે પર્યાવરણ માટે કામ અને ચિંતા કરતા સૌ કાર્યકર્તાઓ, સંસ્થાઓને હું દિલથી અભિનંદન આપું છુ.
મિત્રો, જે રીતે વિશ્વનું પર્યાવરણ જોખમાઈ રહ્યું છે તે રીતે સમગ્ર માનવજાત નું અસ્તિત્વ પણ જોખમમાં છે અને જેના અનુભવો આપણે સૌ કરી રહ્યા છીએ. જેમ કે ઋતુચક્રમાં બદલાવ, ભયંકર વાવાઝોડા, સુનામી, પુર, દુકાળ, ભયંકર ગરમી, સમુદ્રની સપાટી ઝડપથી વધવી, અનેક જાતિ-પ્રજાતિઓ લુપ્ત થવી વગેરે ગ્લોબલ વોર્મિંગના ભયંકર પરિણામોનો અણસાર આપી રહ્યા છે જે માનવસમાજ માટે ચેતાવણી છે.
માલદીવ ટાપુ જે સમગ્ર દુનિયામાં કુદરતી સૌન્દર્ય માટે જાણીતો છે જે આપણી નજર સમક્ષ ડુબવા તરફ જઈ રહ્યો છે અને વિશ્વના બીજા ટાપુ દેશો ફીજી, રિકો, પાલાઉ, પોર્ટુ વગેરે પણ દરિયાની વધતી સપાટી થી ચિતિત છે ત્યારે વિકાસની આંધળી દોટમાં પર્યાવરણને જો નહિ જાળવીએ તો આવનારા થોડા વર્ષોમાં વિશ્વના દરિયાકિનારાના અનેક નગરો પણ દરિયામાં ડૂબી જશે. ટૂંકમાં કુદરતની માનવસમાજને પર્યાવરણ જાળવવાની ચેતવણી છે જેને આપણે ગંભીરતાથી લઇને ખરા અર્થમાં કામ કરવું પડશે.
આવો આપણે સૌ ૫ જુન વિશ્વ પર્યાવરણ દિવસ ના સંકલ્પ કરીએ કે નાના-નાના પગલાઓ ઉઠાવીએ જેવા કે વધુમાં વધુ વ્રુક્ષો વાવીએ, વ્રુક્ષો કપાતા અટકાવીએ, પ્રદુષણ ઓછુ કરીએ, વીજળી બચાવીએ, વસ્તી-વધારો અટકાવીએ વગેરેમાં શરૂઆત આપણાથી કરીએ અને આપણા જ અસ્તિત્વ માટે પૃથ્વીને બચાવીએ.
અને છેલ્લે મહાત્મા ગાંધીએ કીધેલી પંક્તિઓ દ્વારા આપ સૌને વિચાર કરવા વિનંતી.
"યહ ધરતી સમગ્ર સૃષ્ટી કી ભૂખ મીટા સકતી હૈ પરંતુ લોભ કો નહી,
ઔર હમ ભૂખ કો છોડકર લોભ કે પીછે ભાગ રહે હૈ "
- આપ સૌનો નીલેશ રાજગોર

No comments:
Post a Comment