Tuesday, 30 April 2013

કોટીકોટી નમન વીર સેનાપતિ પૃથ્વીસિંહ ડોગરાને કે જેણે ચીનને ભૂંડી રીતે હરાવી ૧૦૦ કી.મી. થી વધારે પાછુ ધકેલી ચીનને સંધી કરવા મજબુર કર્યું હતું...


કોટીકોટી નમન વીર સેનાપતિ પૃથ્વીસિંહ ડોગરાને કે જેણે ચીનને ભૂંડી રીતે હરાવી ૧૦૦ કી.મી. થી વધારે પાછુ ધકેલી ચીનને સંધી કરવા મજબુર કર્યું હતું...

                  મિત્રો આજે સવારે જ સદૈવ રાષ્ટ્રહિત નું ચિંતન કરનાર અને મારા પ્રેરણા સ્ત્રોત પરમ પૂજ્ય સંત શ્રી સ્વામી નિજાનંદજી જોડે ચીને કરેલ ઘુસણખોરી બાબતે ટેલીફોનીક ચર્ચાઓ થઇ અને મેં આપની સમક્ષ એટલે રજુ કરવાનું ઉચિત માન્યું કે આપણે હંમેશા ૧૯૬૨ ની કારમી હાર થી પીડાઈએ છીએ અને ચીન ખુબ જ શક્તિશાળી છે તેવું હાલ માની રહ્યા છીએ  ત્યારે સ્વામીજીએ ડોગરા રાજપૂતોના સેનાપતિ પૃથ્વીસિંહે ચીનને ભૂંડી રીતે હમણા જ આઝાદી પહેલા પહેલા હરાવ્યું હતું તે જાણી હું અને આપ સૌ ગૌરવથી કહી શકીએ કે ભારતનું નાનું રજવાડું ચીનને હરાવી શકતું હોય તો ભારત નું વિશ્વનું બીજા નંબરનું લશ્કર શું ના કરી શકે ?
                   મિત્રો ૧૮૪૬ થી ૧૯૪૭ સુધી ડોગરા રજપૂતોએ જમ્મુ કાશ્મીર પર શાસન કર્યું અને જે દરમિયાન ચીને એક વખત જમ્મુ-કાશ્મીરના આજ લદાખ વિસ્તારમાં આક્રમણ કરેલું ( ચીન ત્યારે પણ સામ્યવાદી અને વિશાળ લશ્કર ધરાવતો દેશ હતો. ) અને તે વખતે પૃથ્વીસિંહ નામના સેનાપતિએ ચીનના લશ્કરને ૧૦૦ કી.મી. વધુ પાછું ધકેલી દીધેલું અને ભૂંડી રીતે હરાવી ચીનને ચાર મુદ્દાઓની સંધી કરાવેલી અને જેના ફળ સ્વરૂપે આજે પણ ભારત વુલર સરોવરનો એક કિનારો ભારત ભોગવી રહ્યું છે. જો કે હજારો ચીની સૈનિકોને મારીને ભૂંડી હાર આપનાર સેનાપતિ પૃથવીસિંહને વળતી વખતે શિયાળાની ભયંકર ઠંડીએ સમગ્ર લશ્કરને ખુબ નુકશાન પહોચાડેલ પરંતુ ચીનને તો આજે પણ ડોગરા રાજપૂતોએ આપેલી કારમી હારની યાદો સતાવતી હશે....
                      અહિયાં સવાલ એ ઉભો થાય છે મિત્રો કે એક નાનું રજવાડું જો ચીનને હરાવી શકતું હોય તો આવડો મોટો ભડ ભાધર ભારત દેશ આ ચીનની અવળચંડાઇઓં ને કેમ સહન કરી રહ્યો છે ? આપણી પાસે વિશ્વનું બીજા નંબરનું લશ્કરી દળ અને તે પણ શૌર્યથી થનગની રહ્યું હોય ત્યારે આપણી ભારત સરકારને આપણે શું સાહસ અને શૌર્યના ઇન્જેકશનો આપવા પડશે ?
                      છેલ્લે આપ સહુ દેશની પ્રજા મતદાર માત્ર ના બની રહેતા દેશના નાગરિકો બની દેશની સાચી બાગડોર સંભાળવા આગળ આવે અને શક્તિશાળી બને તેવી આશા સહ....
                                                                             આપ સૌનો નીલેશ રાજગોર

No comments:

Post a Comment