Monday, 11 February 2013

જે તે દેશ ની મહાનતા તેની પ્રજા નક્કી કરે છે ... "ભારતમાં અનેકવિધ ક્ષેત્રો નું નૈતિક અધ:પતન એ પ્રજાની સ્વીકૃતિ દર્શાવે છે, જે દેશ અને સંસ્કૃતિ માટે ખતરા ની નિશાની છે..."

"વિચાર ક્રાંતિ..."  By Nilesh Rajgor




વિશ્વએ 7 ખંડ(એશિયા, આફ્રિકા, યુરોપ, . અમેરિકા, . અમેરિકા, યુરોપ, એન્ટાર્કટીકા, ઓસ્ટ્રેલીયા), 5 મહાસાગર(પ્રશાંત, એટલાન્ટીક, હિન્દ, આર્કટીક, દક્ષિણી મહાદ્વીપ), 249 દેશ, 745 સંસ્કૃતિઓ, 7 અબજ ની માનવ વસ્તી તથા અનેક પશુ-પક્ષીઓ, કુદરતી સંપાદાઓ વગેરેથી બનેલું કુદરતનું એક સુંદર સર્જન છેદરેક સંસ્કૃતિ, ધર્મ અને દેશ પોત પોતાની મહાનતા નાં ગાણા ગાય છે તથા પોતાની સંસ્કૃતિ ને બીજા કરતા શ્રેષ્ઠ સાબિત કરવા પ્રયત્નશીલ રહે છે.

ભારતીય નાગરિક તરીકે  આપણે સૌ પણ આપણી અતિ પ્રાચીન અને અદભૂત વૈવિધ્યસભર જ્ઞાન અને પરંપરાઓથી બનેલી તથા વિશ્વ માટે સદૈવ કેન્દ્રબિંદુમાં રહેલી "ભારતીય સંસ્કૃતિ" નું ગૌરવ લઈએ તે સ્વાભાવિક છે અને હોવું જોઈએ. પરંતુ હમણા હમણા વૈશ્વિક સ્તરે ઘટતી ઘટના અને ભારતમાં ઘટી રહેલી ઘટનાઓ જોતા ખરેખર આપણા માટે  ખુબ   ચિંતાનો વિષય છે, એવું મારું માનવું છે

દિવસ ઉગે અને સોશિયલ મીડિયા  હોય કે ઈલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા હોય કે શેરી-મહોલ્લા માં ચાલતી ચર્ચા-પરિષદો હોય સૌના મુખે એક વાત હોય છે-"ભારતની સમસ્યાઓ". સમસ્યાઓ ને વિસ્તૃત રૂપે આપ સમજવા માંગતા હોવ તો રાજકીય, ધાર્મિક, સામાજિક અને આર્થિક સમસ્યાઓ (અણઘડ વહીવટ, આતંકવાદ, નકસલવાદચોરી, લૂંટ-ફાટ, બળાત્કાર, હત્યાઓભ્રષ્ટાચાર, કુરિવાજો, ધાર્મિક ઝઘડાઓ, ગરીબી, બેરોજગારી, અસમાનતા વગેરે.) અને આવા અનેક પ્રશ્નો સામે આપણું પ્રશાસન અને આપણે નિષ્ફળતા પૂર્વક ઝઝૂમી રહેલા દેખાઈ રહ્યા છીએ. આપ સૌ વિચારતા હશો કે આવું તો દરેક દેશમાં હોય છે અને આપણે તો વિશ્વ માં ઘણા બધા દેશોથી આગળ છીએ તથા ભારત વિશ્વગુરુ બની વિશ્વનું માર્ગદર્શન કરશે અને મહાસત્તા બનવા તરફ જઈ રહ્યો છે, એટલે નાહકની ચિંતાઓ કરવાની જરૂર નથી. પરંતુ અહીંયા  હું અલગ રીતે વિચારું છું કે ખરેખર આપણે આપણો, સમાજનો, ધર્મનો કે દેશનો વિકાસ કરવો હોય તો તટસ્થ અને ખુલ્લા મગજથી આપણું સ્વાવલોકન કરી તેમાં સુધારા વધારાનો અવકાશ રાખવો જોઈએ 

તાજેતરમાં ભારતમાં ચાલેલા આંદોલનો ખાસ કરીને ભ્રષ્ટાચાર નાબુદી સામે અન્ના હઝારે અને કાળા ધનને પાછુ લાવવા માટે બાબા રામદેવનાં આંદોલન, દિલ્હીમાં દામિની ગેંગ રેપ સામે પ્રજાનો આક્રોશ વગેરે પ્રજા ની માનસિકતા છતી કરે છે કે આપણો દેશ પણ ભ્રષ્ટાચાર મુક્ત, સુખ, સમૃદ્ધિ અને સુશાસન સભર હોય અને વિશ્વમાં આપણું ગૌરવ પૂર્ણ સ્થાન હોય. પરંતુ આવા અનેક આંદોલનોની નિષ્ફળતા અને સમય જતા પ્રજાની ભૂલી જવાની ટેવ   આપણા માટે ખતરાની નિશાની છે.

"ગરીબી હટાવો" નું સૂત્ર દેશ માં અપાય છે પરંતુ આજ દિન સુધી ગરીબી હટાવાયી નથી અને "ગરીબી" દેશના પંચાયતી તંત્ર થી માંડીને વિધાનસભાઓ અને સંસદ માં પહોંચવાનું ઉત્તમ સાધન બની ગઈ છે અને જેને રાજનેતાઓ શસ્ત્ર તરીકે છોડવાનું  ઉચિત માનતા નથી. "બિનસાંપ્રદાયિક દેશ" તરીકે નું ગૌરવ લેવાય છે, પરંતુ દંભી અને ડરપોક બિનસાંપ્રદાયિકતા લઘુમતીના તુષ્ટિકરણ અને વોટબેંકનું હથિયાર બની દેશની મૂળ પ્રજા અને ધર્મને હાની પહોચાડી દેશને નબળો પાડવાનું કાર્ય કરી રહ્યું છે અને જેનું રાજનીતિ માટે ગૌરવ લેવાઈ રહ્યું છેવિશ્વની મોટી લોકશાહી ની ડંફાશો મરાય છે, પરંતુ લોકશાહીના નામે ભ્રષ્ટ, અણઘડ, અને મૂલ્યહીન રાજનીતિથી દેશને ભયંકર નુકશાન પહોંચાડવા સિવાય વિશેષ કશું કરી શક્યા નથી. આધ્યાત્મિકતાના નામે વિશ્વમાં ગૌરવ લઈએ છીએ પરંતુ કુંભ મેળાઓ, અનેક સંપ્રદાયો માં દિન પ્રતિદિન વધારો, નિત-નવી પ્રાણપ્રતિષ્ઠાઓ, અનેક ધાર્મિક યાત્રાઓ, સપ્તાહો, સામૈયાઓ વગેરેમાં કુદકેને ભુશકે આગળ વધી રહ્યા છીએ અને નૈતિકતા માં ઝીરો તથા સત્યની પ્રતિષ્ઠા હજુ સુધી કરી શક્યા નથી.  લખવા જઈ  તો ઘણા બધા વિષયો પર  લખી શકાય તેમ છે પરંતુ મારો ઉદ્દેશ માત્ર એટલો છે કે આપણે આપણા દેશને મહાન બનાવવા તો માંગીએ છીએ પરંતુ "મેરા ભારત મહાન" સૂત્ર આપવા થી વિશેષ કશું કરી  શક્યા નથી તે તરફ આપણે ચિંતન કરવાની અને "જાગ્યા ત્યારથી સવાર" કહેવત ને સાર્થક કરવાની તાતી જરૂરીયાત છે તેવો દિશા નિર્દેશ છે .

વેદ અને તત્વ ચિંતનની વિશ્વને જેણે ભેટ આપી છે તે ભારતીય સંસ્કૃતિ ની મૂળ કલ્પનાઓ અને ઉત્તમ જીવન શૈલીથી આપણે ભટકી ગયા છીએ અને અમેરિકા અને બ્રિટન તે પ્રમાણે સુંદર રીતે જીવી રહ્યા છે. દા. . આપણે દેવલોક, મનુષ્ય લોક, અસુર  લોક  અને સ્વર્ગ-નર્ક વગેરેની જે કલ્પનાઓ છે તે પ્રમાણે અમેરિકા ઇન્દ્રનો રોલ ભજવી વિશ્વ પર રાજ કરી રહ્યું છે અને વિશ્વના ઉત્તમ સુખ, સુરક્ષા,  વ્યવસ્થા પોતાની પ્રજાને આપી અમેરિકાને દેવલોક નો દરજ્જો આપો આપ અપાવી રહ્યું છે અને આપણે કેવી વ્યવસ્થામાં જીવન જીવી રહ્યા છીએ તે આપો આપ દિશા નિર્દેશ કરે છે કે આપણે કયા લોક માં જીવી રહ્યા છીએ . હવે તમે   બતાવો કે વિશ્વમાં અમેરિકા, બ્રિટન, જાપાન, જર્મની, ઇઝરાયેલ વગેરે કેટલા શક્તિશાળી અને સમૃદ્ધ છે અને આપણે ક્યાં છીએ? જો અમેરિકા, બ્રિટન, જાપાન, જર્મની, ઇઝરાયેલ મહાન છે તો તે પ્રજા તેના માટે જવાબદાર છે અને આપણે હજુ સમસ્યાઓના ગાણા ગાતા ગાતા વિશ્વ સમક્ષ સુરક્ષા ની ફરિયાદો કરી રહ્યા છીએ તો તેના માટે ભારતની પ્રજા તરીકે આપણે જવાબદાર છીએ કારણ કે આફ્ટર ઓલ દેશ પ્રજા અને સમાજ ની નૈતિકતા નું  પ્રતિબિંબ છે ... 

વિચાર બીજ : "ભારતની લોકશાહી અને નેતાઓ ને સદાય ભ્રષ્ટ અને મૂલ્યહીનતા ની ગાળો બોલતી પ્રજા વિચારવું રહ્યુ કે નેતાઓ એટલે આપણા  ભાઈ, બહેન, કાકા, ભત્રીજાઓ એટલે કે સમાજ કેવો છે તેનું  સાચું પ્રતિબિંબ ..."    
                                                                                                 - નીલેશ રાજગોર
                                                                                                 10-02-2013